________________
૨.૬ સમ્યગ્દર્શનનાં રૂપો-વ્યવહાર અને નિશ્ચય
આપણે આગળ જોયું કે આત્માનું દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિશુદ્ધિને ધર્મ કહેવાય છે. પણ આ ધર્મનું આચરણ માત્ર આત્માથી થઈ શકતું નથી, અને નથી થઈ શકતું માત્ર શરીરથી. આના કારણે ધર્મ મેળવવા માટે જીવનમાં જેમ બાહ્ય અને આભ્યન્તર આ બેઉ રૂપો હોય છે. તેમ સમ્યગ્દર્શનના પણ બાહ્ય અને આભ્યન્તર બે રૂપો છે.
સમ્યગ્દર્શનનું બાહ્યરૂપ તે શરીર છે અને આભ્યન્તર રૂપ તે આત્મા છે. સાધકને જીવનમાં બંનેની જરૂરિયાત હોય છે. સમ્યગ્દર્શનના આભ્યન્તર રૂપ વિના આત્મશુદ્ધિ થતી નથી અને બાહ્યરૂપ વગર વ્યવહાર શુદ્ધિ થતી નથી.
સમ્યગ્દર્શનનું બાહ્યરૂપ છે દેવ, ગુરુ ને ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી અને સાત કે નવ તત્ત્વો ઉપર શ્રદ્ધા રાખવી. અને તેનું આભ્યન્તર રૂપ છે નિશ્ચય સમ્યગ્દર્શન એટલે કે આત્માની એવી વિશુદ્ધતા કે સત્ય જાણ્યા પછી તેના ઉપર નિશ્ચયથી શ્રદ્ધા કરવાવાળી સ્વાભાવિક રુચિ જાગૃત થઈ જાય.
શુદ્ધજીવનો અનુભવ થઈ જવો તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે. અને તેને રોકનાર છે. દર્શનમોહનીય ત્રિકઃ
૧) મિથ્યાત્વ દર્શન મોહનીય
૨) મિશ્ર દર્શન મોહનીય
૩) સમ્યક્ત્વ દર્શન મોહનીય
અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, અને લોભ.
આ સાતનો ઉપશમ, ક્ષોયપશમ કે ક્ષય થતાં જ શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. નિશ્ચય સમ્યગ્દર્શન જાણવાનું લક્ષણ એ છે કે આત્માને પોતાના આત્મ તત્ત્વની સમજ આવી જાય, તેને આત્મા, અનાત્માનું ભેદવિજ્ઞાન ખબર પડી જાય, પર પદાર્થો ઉપરથી મોહ છૂટવા લાગે, સ્વ-સ્વરૂપમાં જ વધારે ધ્યાન રહે, અને ધીરેધીરે દેહ ઉપરનો રાગ પણ છૂટવા લાગે.
શુદ્ધ આત્માનો આ અનુભવ કોઈપણ ભેદરહિત હોય છે. તેના જુદા જુદા પ્રકારો હોતા નથી. પોતાના જ શુદ્ધ ભાવવાળા આત્માને તે દેવ, ગુરુ અને શુદ્ધ પરિણામને ધર્મ માને છે અથવા તો તે અરિહંત અને સિદ્ધમાં જે જ્ઞાન સ્વરૂપ નિશ્ચય આત્મા છે, તેને દેવ માને છે, તથા આચાર્ય,
સમકિત
૧૪૬