________________
૨.૧૩ સમ્યગદર્શનની પ્રધાનતા
રત્નત્રય એટલે સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યચ્ચારિત્ર. તેમાં સૌથી વધારે પ્રધાનતા છે સમ્યગદર્શનની તે વાત હવે આપણે જોઈશું.
ઘણા માણસો મોટા મોટા શાસ્ત્રો કંઠસ્થ કરી લે છે. શાસ્ત્ર ઉપર સૂક્ષ્મ અભ્યાસ કરે છે. પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે. જ્ઞાનની મોટી મોટી પદવી પણ તે મેળવી લે છે. પરંતુ તેમના આ જ્ઞાનની સાથે જો સમ્યગ્દર્શન નથી તો તેમનું જ્ઞાન, અજ્ઞાન છે. તેમની દૃષ્ટિ જો સ્વાર્થ પરાયણ છે, ભોગવાદી છે, કોઈ ને કોઈ પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની સંસારલક્ષી દૃષ્ટિ છે તો સમજવું કે તેમનું જ્ઞાન સમ્યજ્ઞાન નથી કેમ કે સમ્યગ્રદર્શનની ત્યાં ગેરહાજરી છે.
તેવી જ રીતે કોઈ વ્યક્તિ ઊંચાંચાં વ્રત-પચ્ચખ્ખાણ કરે છે. લાંબી લાંબી તપસ્યા કરે છે. પરંતુ સાથે દષ્ટિ સ્વર્ગનાં સુખો પ્રાપ્ત કરવાની છે. પદ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ અને વાહવાહ માટે કરે છે. તો તેનું ચારિત્ર પણ સમ્યક્યારિત્ર નથી થઈ શકતું કેમ કે વ્રત,નિયમ,તપથી ચારિત્ર શુદ્ધિની તેની દી નથી માટે.
કહેવાનો ભાવ એ છે કે સમ્યગ્દર્શન ન હોય તો જ્ઞાન અને ચારિત્ર આત્માને મોક્ષે લઇ જઇ શકતા નથી તેમના ભવભ્રમણનો અંત લાવી શકતા નથી આ જ વાત..
ભટ્ટારક સકલકીર્તિએ શ્રાવકાચાર ગ્રંથમાં કરી છે.
"दर्शद्धेन विनाज्ञानमज्ञानं कथ्यते बुधैः । चारित्रं च कुचारित्रं व्रतं पुंसा निरर्थकम् ॥ अधिष्ठानं भवेन्मूलं हादीनां यथा तथा । તપો-જ્ઞાન-ગ્રતાકીનાં વર્ણનં સૃથ્યને વિનૈઃ ” - સમ્યગ્રદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
અર્થ - શાસ્ત્રમાં સમ્યગ્દર્શનથી રહિત જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહ્યું છે અને ચારિત્ર ને દ્રવ્યચારિત્ર કહ્યાં છે. સમ્યગદર્શનના અભાવમાં વ્રત પણ નિરર્થક છે. જેવી રીતે મોટામોટા મહેલ અને મકાનનો આધાર તેનો પાયો છે. તેવી રીતે તપ, જ્ઞાન, વ્રત, ક્રિયા તે બધાનું મૂળ કે આધાર સમ્યગદર્શન છે તેવું જિનેન્દ્ર ભગવાને કહ્યું છે.
૨૪૨
સમકિત