________________
સમ્યગદર્શનના પથ પર સાધક ચાલે છે. તે તેનો પરમ પુરુષાર્થ છે. અને બીજી સમસ્ત ઈચ્છાઓને તે અટકાવે છે. માટે તે તેનું પરમતપ છે. આ રીતે સમ્યગ્દર્શન પુરુષાર્થ છે. પરમપદ છે. પરમજ્યોતિ છે. અને પરમતપ છે. સમ્યગ્રદર્શન સંપન્નતાથી પરમલાભ “હંસUસંપન્નઈ જે અંતે ! ની લિંક નય?" -ઉ.સૂત્ર.અ.૨૯/૬૦
ભગવાન સમ્યગદર્શન પ્રાપ્ત કરવાથી જીવને શું લાભ થાય છે? આના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે, "दंसणसंपन्नया एणं भव-मिच्छत्त छेयणं करेइ , परं न विज्झायइ परं अविज्झमाणे अणुत्तरेणं नाणदंसणेणं अप्पाणं, संजोएमाणे सम्मं भावेमाणे विहरइ।" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૯.૬૨ (પાનું ૨૧૦, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯, ૨જું સંસ્કરણ) અર્થ:- દર્શન (સમ્યગ્દર્શન)ની સંપન્નતાથી જીવ સંસારનું મૂળ મિથ્યાત્વનું છેદન કરે છે. અજ્ઞાનનું છેદન કરે છે. પછી તેના જ્ઞાનનો પ્રકાશ બુઝાતો નથી અને તે જ્ઞાનના પ્રકાશમાં શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનથી પોતાની આત્માને ભાવિત કરતો સમ્યકુભાવોથી યુક્ત થઈ વિચરે છે. આત્માના જ્ઞાનાદિ નિજગુણોમાં રમણતા કરે છે. આચારાંગસૂત્રમાં પણ આ વાત બતાવી છે, કે "जे अणन्नदंसी से अणन्नारामे । जे अणन्नारामे से अणन्नदंसी ॥" - આચારાંગસૂત્ર; ગાથા ૨.૬.૫ (લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ, વર્ષ ૧૯૯૯) અર્થાતુ-જે અનન્યદર્શન-સમ્યગ્દષ્ટિ છે. તે અનન્ય આરામ-પરમાર્થમાં રમણ કરવાવાળા છે. અને જે અનન્યરામ છે, તે અનન્યદર્શી છે. સમ્યગ્ગદર્શન સંપાને અવશ્ય મુક્તિલાભ જે આત્મામાં સમ્યગદર્શન પ્રગટ થઈ જાય છે. તેને એક દિવસ અવશ્ય મુક્તિ (મોક્ષ) મળે છે. પ્રાપ્ત થાય છે. તેમાં કોઈ સંદેહ નથી. આ તથ્યને ઉજાગર કરતા તત્ત્વામૃતમાં કહાં છે. ૨૭૬
સમકિત