________________
" सम्यक्त्वेन हियुक्तस्य ध्रुवं निर्वाणसंगमः "
સમ્યગ્દર્શનથી યુક્ત આત્માને અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે જેને એકવાર સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ જાય છે. તેની મુક્તિ સુનિશ્ચિત થઈ જાય છે.
મુક્તિનો અર્થ છે કર્મનો સર્વથા ક્ષય. સમ્યગ્દર્શન જ્યારે વ્યક્તિમાં આવી જાય છે ત્યારે વ્યક્તિ અપ્રમત્ત અને જાગૃત થઈને દરેક કાર્ય કરે છે. મન, વચન, કાયાથી થવાવાળી પ્રવૃત્તિની સાથે કષાય અથવા રાગ, દ્વેષભાવ ભળે છે ત્યારે કર્મબંધ થાય છે. જ્યારે રાગદ્વેષ થતા નથી ત્યારે કર્મબંધ થતો નથી. આ પ્રમાણે નવા કર્મથી સમ્યગ્દર્શન પ્રાપ્ત આત્મા બચે છે.
બીજું કેટલીયે વાર સંકટ, વિઘ્ન, દુઃખ, કષ્ટ, આવે છે ત્યારે પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત આત્મા તેને સમભાવપૂર્વક સહન કરે છે તેનાથી જૂનાં કર્મો ક્ષીણ કરે છે. આવી રીતે સમ્યગ્દર્શન પ્રાપ્ત આત્મા એક ને એક દિવસ ચાર ઘાતી કર્મનો સર્વથા ક્ષય કરે છે. અને બાકી ચાર અઘાતી કર્મ આયુષ્યકર્મ પૂરું થતાં, તેની સાથે પૂરા થાય છે. પછી તે આત્મા, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત કહેવાય છે. આ પ્રમાણે સમ્યગ્દર્શનથી મોક્ષનો લાભ થાય છે. લાટી સંહિતામાં પણ કહ્યું છે કેઃ
" सम्यक्त्वं दुर्लभं लोके, सम्यक्त्वं मोक्षसाधनम् "
લોકમાં સમ્યક્ત્વ દુર્લભ છે અને તે મોક્ષનું સાધન છે.
સમ્યગ્દર્શનથી સંસાર સીમિત થાય છે.ઃ
સમ્યગ્દર્શન એ એક એવો જાદૂ છે કે તેના સ્પર્શથી જન્મમરણનું ચક્ર ધીમું પડી જાય છે. આ વાત નિશ્ચિત છે. ભગવતી આરાધના આ તથ્યની સાક્ષી છે.
- સર્ગ-૩, શ્લોક ૧
"लद्धूण य सम्मत्तं मुहुत्तकालयवि जे परिवहंति ।
सिमणंताणंता ण भवदि संसारवासद्धा ॥"
ભગવતી આરાધના; ગાથા ૧.૫૨ (પાનું ૯૭, લેખકઃ આચાર્ય શિવાર્ય, પ્રકાશકઃ જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર, વર્ષ ૧૯૭૮)
અર્થઃ- જે જીવ એક મુર્હુર્તમાત્ર પણ સમ્યગ્દર્શનને મેળવે છે. અને પછી છોડી પણ દે છે, જીવ આ સંસારમાં અનંતાનંત કાળ પર્યંત રહેતો નથી.
તો પણ
સમકિત
૨૭૭