________________
ધર્મસંગ્રહમાં પણ કહ્યું છે.
अंतोमुहुत्त मित्तं पि फासिअं हुज्ज जेहिं सम्मतं । तेसिं अवड्ऽढपुग्गल परिअट्टो चेव संसारो ॥ અધિકાર ૨ શ્લોક ૨૧ની ટીકા
અર્થ- જે જીવોએ માત્ર અંતર્મુહૂર્ત માટે પણ સમ્યગ્દર્શન સ્પર્શી લીધું તે જીવોનું સંસાર પરિભ્રમણ કાળ અર્ધપુદ્ગલ પરાવર્તનથી કંઇક ઓછું રહે છે.
એ સિવાય પણ દર્શનમોહનો ક્ષય થવા પર કેટલા જન્મ બાકી રહે છે તેનું સ્પષ્ટિકરણ “ક્ષપણસાર”માં કહ્યું છે જે નીચે પ્રમાણે છે. "दसणमोहे खविदे सिज्झति तत्थेव तदिय तुरिय भवे । णादिक्कमदि तुरियभवे ण विणस्सति सेससम्मे वा ॥"
અર્થ:- જો દર્શનમોહનીયકર્મનો ક્ષય થઈ ગયો હોય તો તે ભવમાં અથવા ત્રીજા ભવમાં અથ વા મનુષ્ય તિર્યંચનું આયુષ્ય બાંધી લીધુ હોય તો ભોગભૂમિની અપેક્ષાથી તે ચોથાભવનું ઉલ્લંઘન કરતો નથી. ક્ષાયિક સમ્યકત્વ એકવાર પ્રાપ્ત થયા પછી નષ્ટ થતું નથી.
તત્ત્વાર્થ સૂત્ર- રાજવાર્તિકમાં પણ આ સૂક્ષ્મ ચિંતા વ્યક્ત કર્યું છે. કે જે સમ્યગદર્શનથી પતિત થતું નથી તે અધિથી અધિક દેવના ૭ મનુષ્યના ૮ જન્મ ગ્રહણ કરે છે અને ઓછામાં ઓછા બે-ત્રણ જન્મ ગ્રહણ કરે છે આટલા જન્મ પછી તેનો સંસાર ઉચ્છેદ થાય છે અર્થાત અટકી જાય છે.
ગાથા-૨૬૯ઃ વસુનંદી શ્રાવકાચારમાં આ વાતને વધુ સ્પષ્ટ કરતા કહ્યું છે.
"अण्णे उ सुदेवत्तं सुमाणुसत्तं पुणोपुणो लहिऊण । सत्तट्ठभवेहिं तओ करंति कम्मखयं णियमा ॥" વસુનંદી શ્રાવકાચાર; ગાથા ૨૬૯ (લેખકઃ આચાર્ય વસુનંદી, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, કાશી, વર્ષ ૧૯૫૨)
અર્થ - કેટલાય જીવો સુદેવત્વ અને સુમાનુષત્વને ફરી ફરી પ્રાપ્ત કરીને સાત આઠ ભવો પછી અવશ્ય કર્મ ક્ષય કરી લે છે. દા.ત. સુબાહુકુમાર
સમકિત
૨૭૮