________________
ઉપરના ત્રણે આત્માઓના દાખલામાં શ્રેણિક મહારાજાએ સમ્યક્ત્વ પ્રાપ્તિ પહેલા જ આયુષ્યનો બંધ કરી લીધો હતો. નંદ મણિયાર શ્રાવકવ્રતી હોવા છતાં પણ પૌષધવ્રતમાં પોતે બનાવેલી વાવડી ઉપર ખૂબ આસક્તિ કરી હતી. અને સમ્યકત્વનો ભંગ કર્યો હતો. અને ભગવાન મલ્લિનાથને પોતાના પૂર્વભવમાં પોતાના મિત્રો સાથે તપશ્ચર્યા કરતા સમયે થોડી માયાનું સેવન કરેલું. તેથી તેઓએ સ્ત્રી પર્યાયનો બંધ કર્યો હતો. અને તે બંધનો ઉદય તીર્થકરના ભાવમાં થવાથી સ્ત્રીવેદ પામ્યા હતા.
જૈનધર્મ દીનહીન, તુચ્છ અને નીચ જાતિમાં રહેલા આત્મામાં પણ પવિત્ર પરમાત્મ જ્યોતિ (શુદ્ધ આત્મજ્યોતિ)ના દર્શન કરે છે. નિશ્ચયદૃષ્ટિના અનુસારે દરેક આત્મા મૂળ સ્વરૂપે શુદ્ધ જ હોય છે. એક પણ આત્મા એવો નથી કે પોતાના પ્રયાસ અને બળથી સમ્યગ્ગદર્શન પામ્યા પછી તેના પ્રભાવથી મહાન બન્યો ન હોય. ગીતામાં આ વાતને જ સમર્થન આપતા બતાવ્યું છે.
"विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः॥" - શ્રીમદ્ ભગવદ્ગીતા; ગાથા ૫.૧૮ (પાનું ૯૮, લેખકઃ વ્યાસમુનિ, પ્રકાશકઃ ગીતા પ્રેસ, ગોરખપુર (ઉ.પ્ર.) વર્ષ વિ.સં. ૨૦૬૩, ૧૩મું સંસ્કરણ)
અર્થાતઃ તત્વજ્ઞ વિદ્વાન વિદ્યાવિનયસંપન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને ચાંડાલના પ્રતિ સમદર્શી હોય છે.
આત્મસ્વરૂપની દૃષ્ટિથી વિશ્વના દરેક આત્માઓ એકસરખા છે. પણ આધ્યાત્મિક રીતે જે આત્મા મિથ્યાત્વ, અજ્ઞાન અને મોહના બંધનને તોડી દે છે અને સમ્યગ્દષ્ટિ પામે છે તે આત્માઓનો જીવનપ્રવાહ ઉર્ધ્વમુખી થઈ જાય છે અને જે આત્મા હજી મિથ્યાત્વ, અજ્ઞાન અને મોહના અંધકારમાં જ ભટક્યા કરતા હોય છે તે આત્માઓનો જીવનપ્રવાહ અધોમુખી હોય છે.
સમ્યગદર્શન સમ્પન્ન ચાંડાલ પણ દેવો દ્વારા પૂજનીય થઈ જાય છે. જ્યારે તેના રહિત સાધુ પણ દ્રવ્યસાધુ મનાય છે. આરાધના કથા કોષ (ખંડ ૧, કથા ૨૪)માં યમપાલ ચાંડાલની કથા આવે છે. દચંત-યમપાલ ચાંડાલ સર્વોષધિ મુનિના દર્શન કરીને સમ્યગદર્શન પામ્યો. આત્મસ્વરૂપનો બોધ લીધો અને ચતુર્દશીના દિવસે જીવહિંસા ન કરવાની બાધા લીધી. દરેક પ્રકારની બાધાઓમાં જીવો કેટલા મક્કમ છે તે કસોટી આવતાં જ ખબર પડે છે. યમપાલ ચાંડાલનો પણ કસોટીનો
સમકિત
૨ ૩૪