________________
પણ ભાવના તો ધર્મની જ રાખે છે. નબળો છું માટે મારે આ કરવું પડે છે, પણ ક્યારે એ વખત આવે કે એક ક્ષણ પણ ધર્મ વિનાની જાય નહિ. આવી ભાવના તો હૈયામાં કાયમ જાગતી બેઠી હોય છે. ધર્મસ્થાનોમાં ધર્મ કરવાનો અને બહાર અધર્મ કરવામાં વાંધો નહિ આવી માન્યતા સમ્યગદર્શીની હોય નહિ, અધર્મ કરે પણ એ કરવા લાયક નથી, અને કરવા લાયક તો ધર્મ જ છે એમ માને. ભયંકર પાપક્રિયા કરતી વખતે પરિણામ અધર્મમય બની જાય નહિ તેવી મનોવૃત્તિ હોય છે સમ્યગ્દષ્ટિને અવિરતિનો ઉદય ગમે તેટલો જોરદાર હોય પણ સાથે મિથ્યાત્વનો ઉદય ન હોય તો એ અવિરતિના ઉદયથી સંસારમાં રહેવું પડે એ ખરાબ છે એમ તો થયા જ કરે. સંસારનું સુખ ભોગવવા જેવું છે એવું ક્યારે પણ લાગે નહિ. સમ્યગ્દષ્ટિ પાપ સેવનારો હોઈ શકે પણ ભાવથી પાપ ન હોય. સમજુ માણસ જે દેખીતો ખોટનો પણ વેપાર કરે તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પાપ પણ કરે પણ ન કરવું જોઈએ તે ભાવથી. આવા તત્ત્વજ્ઞાનને પામેલા આત્માને સંસારમાં રહેવું પડે તો એ રહે ખરો પણ તે સાવચેત થઈને રહે. તત્ત્વજ્ઞાનને પામેલા, કર્મોના ઉદયથી વિરતી ને ન પામી શકે એ બને પણ એનામાં વિરાગ તો જરૂર હોય.
સમ્યગ્દષ્ટિ તે વીતરાગ પ્રભુની પહેલી અને પરમશક્તિ છે. આ શક્તિના પ્રભાવથી વીતરાગ પ્રભુ પોતાના જીવનમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ આદિ શત્રુઓનો વિનાશ કરે છે. આજ પ્રભુની પરમ શક્તિનો આશ્રય લઈ સમ્યગદર્શન સંપન્ન વ્યક્તિ પોતાના આંતરિક શત્રુઓને જ્યાં ત્યાં ફરકવા દેતી નથી. આ શક્તિની ઉપાસના કરતો કરતો પોતાની આત્મશક્તિને વધારે છે અને તેનાથી પાપકર્મોનો વિનાશ કરી મુક્તિના તરફ પ્રસ્થાન કરે છે.
સમ્યગૃષ્ટિનો પ્રભાવ સમજાવતા અનગાર ધર્મામૃતમાં પં. આશધરજી સ્પષ્ટ કહે છે કે –
"परमपुरुषस्याद्या शक्तिः सुदृग वरिवस्यताम् । नरि शिवरमासाचीक्षां या प्रसीदति तन्वती । कृतपर पुर भ्रंशं क्लृप्तप्रभ्युदयं यया । सृजति नियतिः फलाभोक्त्रीकृत त्रिजगत्पति ॥" - અનગાર ધર્મામૃત; ગાથા ૨.૬૮ (પાનું ૧૬૩, લેખકઃ પંડિત આશધર, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વર્ષ ૧૯૪૪)
હે મુમુક્ષુઓ, પરમપુરુષ પરમાત્માની પરમ અને પ્રધાન શક્તિ સમ્યગૃષ્ટિની ઉપાસના કરો. જે મોક્ષલક્ષ્મીની ઈચ્છાને આગળ વધારતી, શંકાદિ દોષોથી રહિત હોવાથી પ્રસન્ન હોય છે.
૨૨૮
સમકિત