________________
૨.૧૨ સમ્યગદર્શનની અસર અને તેનાથી થતું પરિવર્તન
સમ્યગદર્શનની પ્રાપ્તિ થવી એ કથન એક વ્યવહારિક રીતે કહેવામાં આવે છે. હકીકતમાં તો આત્માના અનંત ગુણોમાંથી દર્શન નામનો એક પ્રધાન ગુણનો અનુભવ આત્માને અંદરથી જ થાય છે. જે અંદર છે તે બહાર આવ્યું, જે દબાયેલું છે તે બહાર નીકળ્યું. એ દૃષ્ટિથી જોઈએ તો કર્મના ભારથી આત્માની અંદર અંધકારમાં રહેલો દર્શન નામનો ગુણ પ્રકાશિત થઈ આત્માને સમ્યગ અનુભૂતિ કરાવે છે. અને આ ગુણના પ્રકાશની અસર તેના બાહા જીવનમાં પણ પડે છે. તેથી તેનામાં બાહ્યા પરિવર્તન આવે છે. અને આજ બાહૃા પરિવર્તન પુરવાર કરે છે કે આત્મામાં આંતરિક ફેરફાર થયા છે. અને તેને લીધે આપણે અનુમાન કરી શકીએ છીએ કે આત્મા સમ્યગદર્શન પામ્યો છે. નિશ્ચયથી તો ફક્ત કેવળી ગમ્ય જ હોય છે. આપણે વ્યવહારથી જ અનુમાન કરી શકીએ છીએ.
સમ્યગ્દર્શનની અસર મનુષ્યના જીવનમાં દરેક ક્ષેત્રમાં પડે છે. પછી ભલે ને સામાજિક હોય, આર્થિક હોય, સાંસ્કૃતિક હોય કે રાજનૈતિક હોય. મિથ્યાદૃષ્ટિજીવ જ્યારે જ્યારે વિપત્તિ આવે છે. ત્યારે તે દેવ, ભાગ્ય, ભગવાન અને બીજા ઘણાં નિમિત્તોને કોસે છે. વિપત્તિનું મૂળ શું છે તે તરફ તેનું ધ્યાન હોતું નથી. જ્યારે સમ્યગ્દષ્ટિ વિપત્તિ સમયે દેવ, ભાગ્ય, ભગવાન કે બીજાં નિમિત્તોને નહીં કોસતા પોતાના ઉપાદાનને જુએ છે. પોતાનાં કરેલાં કર્મોનો વિચાર કરી દુઃખોને સમભાવપૂર્વક સહન કરવાનો પ્રયત્ન કરે છે. વિપત્તિ અને ભૂલ સુધારવાની કોશિશ કરે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરી નવા કર્મોમાં ફસાતો નથી, અને જો થઈ જાય તો ટૂંક સમય માટે જ તેમાં રહે છે.
સમ્યગ્દર્શનની મહોર જે ધર્માચરણના પુરુષાર્થ પર લાગે છે. તે પુરુષાર્થ તેના પ્રભાવથી શુદ્ધ, મોક્ષાભિમુખ અને આત્માભિમુખ થઈ જાય છે. સમ્યગદર્શનનો આ પ્રભાવ છે કે તેનાથી અહિંસા, સત્ય, વ્રત, નિયમ, દાન, તપ, શીલ આદિ પુરુષાર્થ શુદ્ધ અને મુક્તિલક્ષી રહે છે. સમ્યગ્દર્શનની ઉપસ્થિતિમાં વિચારપ્રવાહ વીતરાગતા, નિષ્કામતા અને અનાસક્તિની તરફ વહે છે. ભૌતિક ફળની ઈચ્છા સમાપ્ત થઈ જાય છે. આથી સમ્યગદર્શનના પ્રભાવથી દરેક પ્રવૃત્તિ શુદ્ધ થાય છે.
સમ્યગદર્શન હંમેશા પરિણામ તરફ લક્ષ્ય રાખે છે. સમ્યગદર્શી ધર્મ ઓછો કરે તો તે ઓછો કરવા માટે નહિ, પણ ચોવીસે કલાક ધર્મ થઈ શકતો નથી, માટે તે ઓછો સમયધર્મ કરે છે. પણ ધર્મ કરવાની ભાવના તો તે ચોવીસે કલાક રાખે છે. અધર્મનું આચરણ કરતા સમયે સમકિત
૨૨૭