________________
સમ્યગ્ગદર્શનથી પ્રાપ્ત થઈ છે તેનાથી મને અલભ્ય લાભ મળ્યો છે. ચૈતન્યનિધિ તો મારી પાસે હતો જ પરંતુ સમ્યગદર્શનના પ્રભાવથી તેનું મૂલ્યાંકન કરવું તથા તેના પર દઢ વિશ્વાસ કરવાની અને તેને મહત્ત્વ આપવાની મને દૃષ્ટિ પ્રાપ્ત થઈ તે ઘણો મોટો લાભ છે.
દુનિયાના બધા ધર્મગ્રંથ સત્યને ગ્રહણ કરવાનો ઉપદેશ આપે છે. “ઇશાવાસ્યોપનિષમાં પણ કહયું છે કે
"हिरण्मयेन पात्रेणा सत्यस्यपिहितं मुखम् । तत्वं पूषन्न पावृणु सत्यधर्माय दृष्टये ॥"
“ઇશાવાસ્યોપનિષ” શ્લોક ૧૫ - સમ્યગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
અર્થ- સત્યનું મુખ સોનાના પાત્રથી ઢાંકેલું છે. તે પોષકદેવ ! સત્યધર્મની દૃષ્ટિ માટે તેને આપ ખોલી દો.
આજે ઘણા લોકો સોનાના ચળકાટમાં સત્યને ઢાંકી દે છે. સત્યદૃષ્ટિના લાભને તે એટલું મહત્ત્વ નથી આપતા જેટલું સોનાને મહત્ત્વ આપે છે. પરંતુ આધ્યાત્મિક પુરુષો કહે છે કે તમે જો સત્યનું દર્શન કરી લીધુ તો બધું ખરેખર મેળવી લીધું, પછી કંઇ મેળવવાનું બાકી રહેતું નથી. જો જીવનમાં અધ્યાત્મ સાધના કરતા કરતા ૫૦-૬૦ વર્ષ વ્યતિત થઈ ગયા પણ સત્ય ન મળ્યું તો ખરેખર કાંઇ મેળવ્યું નથી. અન્ય ચીજો મળવાથી આત્માને કોઈ લાભ થતો નથી. સૌ પહેલા જો સમ્યગદર્શન મળી ગયું તો બધી વસ્તુઓ મૂલ્યવાન થઈ જાય છે. સમ્યગદર્શન ન મળ્યું તો બધો પુરુષાર્થ બેકાર થઈ જાય છે. જન્મમરણના ચક્રમાં ફસાવવાવાળો થઈ જાય છે.
વાસ્તવમાં સમ્યગદર્શન મેળવ્યા પછી કંઇ મેળવવાનું બાકી રહેતું નથી. ઘણાં લોકો કહે છે. જ્ઞાન અને ચારિત્ર તો મેળવવાનું બાકી છે. પરંતુ મહાપુરુષોનું વારંવાર કહેવું છે કે જ્ઞાન અને ચારિત્ર તો આત્મામાં પહેલેથી જ છે. માત્ર તે અજ્ઞાનાદિથી આવૃત્ત છે. તેમની અભિવ્યક્તિ સમ્યગદર્શનથી થઈ જાય છે. તે જ્ઞાન અને ચારિત્ર સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્ર રૂપે પ્રાપ્ત થઈ જાય છે. માટે હવે કંઇ મેળવવાનું બાકી રહેતું નથી. તે જ્ઞાન અને ચારિત્ર માટે અધિક તૈયારીની આવશ્યકતા રહેતી નથી. સમ્યગદર્શનમાં બધું પ્રાપ્ત કરાવવાની શક્તિ છે. માટે જેણે સમ્યગદર્શનનું ભગવાન પાસે વરદાન માંગ્યું તેણે તેના અંતિમ શિખરરૂપ મોક્ષને પણ માંગી લીધો તેમ કહેવામાં વાંધો નથી.
૨૬૮
સમકિત