________________
સામ્રાજ્ય હતું. ત્રણ લોકનું રાજ્ય તો અસ્થાયી છે. જ્યારે મુક્તિનું રાજ્ય અને તેનો અધિકાર અપાવવાવાળા સમ્યગ્દર્શનનો લાભ તો શાશ્વત છે, સ્થાયી છે.
ત્રણ લોકનું રાજ્ય તે તો બહારની સંપત્તિ છે. તે આપણી કેવી રીતે થઈ શકે? તે તો અસ્થ ાયી છે. જ્યારે અંદરની સંપત્તિ આત્માની છે. સમ્યગ્દર્શન તે ભીતરમાં રહી શકે છે. બહારની સંપત્તિ કંઇ કામની નથી તે તો ઉપરથી વધારે બંધનમાં નાખે છે.
સમ્યગ્દર્શન પરમ લાભ છેઃ
સંસારના લોકો મોહ અને અજ્ઞાન ને વશીભૂત થઈને પદાર્થોની કામના કરે છે. અને સારા, નરસા પદાર્થોમાં પરમ લાભ માને છે. પરંતુ શું તે પદાર્થો આત્માને કલ્યાણપથ ઉપર લઇ જાય છે? ના, તે પદાર્થો ક્યારેય કલ્યાણપથમાં સહાયક થતાં નથી પણ તે પદાર્થોનો રાગ, મોહ વગેરે આપણને દુર્ગતિના મહેમાન બનાવી દે છે.
તાત્પર્ય આ છે કે આત્મા જે પદાર્થોને લાભદાયક માનીને અપનાવે છે. તે તેના શત્રુ બને છે.મિથ્યાદષ્ટિ માટે પદાર્થો ખરેખર લાભદાયક નહી પરંતુ અલાભદાયક છે. આનાથી વિપરીત સમ્યગ્દર્શનનો લાભ આત્મા માટે કયારેય અહિતકર નથી હોતો. તેના લાભથી આત્મા તીવ્રતમ ક્રોધ, માન, માયા અને લોભનો અંત કરી આગળ વધે છે. માટે કહેવામાં આવ્યું છે કે
" सम्यक्त्वलाभान्न परो हि लाभः શ્રાવકાચાર પરિ-૨, શ્લોક ૮૩
સમ્યગ્દર્શનથી વધીને કોઈ લાભ નથીઃ
સમ્યગ્દર્શન આત્મામાં વિષય કષાયની તીવ્રતાને સમાપ્ત કરી સમતાનો અદ્ભુત સંચાર કરે છે. તીવ્રતમ રાગ-દ્વેષના સંતાપને ઠંડો કરી દે છે. જેનાથી આત્મા અપૂર્વ શાંતિના સરોવરમાં સ્નાન કરવા લાગે છે.
સમ્યગ્દર્શનથી અલભ્ય લાભઃ
સમ્યગ્દર્શનના પ્રકાશમાં આત્મા પોતે જડ ચેતનનો ભેદ બરાબર સમજી લે છે અને જડ કરતાં ચેતનનું મૂલ્ય વધારે આંકે છે. તેને સંસારના બધા નાશવંત પદાર્થ, રાગ-દ્વેષ વિકારાદિ ભાવ તુચ્છ લાગે છે. ત્યારે આત્મા વિચારે છે કે ચેતનને અધિક મહત્વ આપવાની દૃષ્ટિ મને સમકિત
૨૬૭