________________
જેટલે જેટલે અંશે આત્મા નિરુપાધિકતા (બાહાભાવથી હટીને સ્વભાવ લીનતા)માં આવે છે. તેટલે તેટલે અંશે તે ધર્મ (સ્વભાવ)ની નજીક, જિનત્વની નજીક આવે છે. અને સમ્યગ્દષ્ટિના ગુણ સ્થાનકથી ક્રમશઃ ઉત્તરોત્તર નિર્મળ થતી અંતમાં જિનત્વ (સ્વભાવમાં પૂર્ણ લીનતા)ની ભૂમિકા ઉપર પહોંચી મુક્તિ પ્રાપ્ત કરીલે છે.
આ પ્રકરણનો સાર એ છે કે સમ્યગ્દર્શન ધર્મ અને સાધનાનું મૂળ છે.
સમ્યગ્દર્શનનો લાભ ત્રિલોકના રાજ્યના લાભથી પણ વધારે લાભઃ
આચાર્ય શિવકોટી એ “ભગવતી આરાધના’’ માં કહ્યું છે કે:
“સમત્તસ્મ ય તંમો, તેનોમ્સ ય વેન્ગ હંમશે ।'' " सम्मदंसणलंभो वरं खु तेलोक्कलंभादो || "
અર્થઃ- એકબાજુ સમ્યગ્દર્શનનો લાભ હોય અને બીજી બાજુ ત્રણ લોકના રાજયનો લાભ મળે તો પણ તે લાભની અપેક્ષાએ સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ઠ છે. સમ્યગ્દર્શનના લાભનું પલ્લું જ ભારે રહેવાનું. કેમ કે ત્રણ લોકનું રાજય મેળવવા પર પણ તે અમુક સમય સુધી જ રહે છે પછી પુણ્ય ઘટતા તે ચાલ્યું જાય છે. જ્યારે સમ્યગ્દર્શનનો લાભ થઈ જવા પર તો અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય જ છે.
સાર આ છે કે ત્રણલોકનું રાજ્ય મળી જવા પર પણ તે સ્થાયી નથી. રાજ્ય,વૈભવ,વિલાસ, અને આમોદ-પ્રમોદના કોઈ સાધનો સ્થાયી નથી રહેતાં, તે બધાં પરિવર્તનશીલ છે. જ્યાં સુધી સમસ્ત સાંસારિક પદાર્થોને પરભાવ સમજી તેના ઉપરનો રાગ, કે મોહ ઓછો કરવામાં આવતો નથી ત્યાં સુધી નાનું રાજ્ય તો શું ત્રણ લોકના રાજ્યનો પણ આનંદ આવતો નથી. સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા પર નિર્ધનતા હોય તો પણ તે શહેનશાહ છે. ત્રણ લોકના રાજ્યથી પણ વધીને આધ્યાત્મિક રાજ્ય તેના હાથમાં આવી જાય છે. મોક્ષ તેને જરૂર મળવાનો છે. તેનું જીવન અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્યના આંશિક લાભથી યુક્ત થવા પર તેની દૃષ્ટિ, બુદ્ધિ, મન, વચન, કાયાના યોગ બધું અનંતચતુથ્થની બાજુ જાય છે. એક ને એક દિવસ તે મુક્તિનું અનંતરાજ્ય પ્રાપ્ત કરી લેશે આ કેટલો મોટો લાભ છે.
ભગવાન મહાવીરે રાજમહેલ, ઘર-આદિ બધું છોડી દીધું. તેમની પાસે કઈ પણ ન રહ્યું. તો પણ તેમની પાસે જીવનની સૌથી મોટી સંપદા હતી તે સમ્યગ્દર્શનની, આત્માનું અખંડ
સમકિત
૨૬૬