________________
અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માની વાણીરૂપ જૈનસાહિત્ય એટલે કે આગમો તથા વિદ્વાન શિરોમણી આચાર્ય ગુરુભગવંતોના ગ્રંથોમાંથી મને જે જે સમકિતને લગતી માહિતી મળી તેને મેં આ ગ્રંથમાં ગોઠવીને મૂકી છે. સરળ ભાષામાં સમજાવી છે.
સાધક આત્માને જરૂરથી આ નિબંધ વર્તમાન જીવનમાં તથા ભવિષ્યના આત્મ કલ્યાણમાં, સંસારથી તથા જન્મમરણનાં દુખોથી છૂટવામાં અને મોક્ષનાં સુખો અપાવવામાં પાથેયરૂપ બને એ જ મારી ભાવના છે. ભૂલ હોય તો મારી છે. સારું હોય તે પરમાત્મા તીર્થકર ભગવંતોનું તથા આચાર્ય ભગવંતોનું છે.
‘મિચ્છામિ દુક્કડમ્’
ર
ડૉ. અમિતભાઈ બી. ભણસાળી
સમકિત