________________
પ્રસ્તાવના
ફેમિલી અને બિઝનેસની મોટી જવાબદારીઓ વચ્ચે પણ કોઈ મારા પુણ્યોદયે જ્ઞાન મેળવવાની અને ધર્મને સમજવાની મને લગની લાગી.
જૈનધર્મના અલગ અલગ વિષયો જેવા કે જ્ઞાન, ધ્યાન, દાન, તપ, ગુણસ્થાન અને તત્ત્વ, કર્મ ઉપર ચિંતન મનન કરતાં કરતાં ‘“સમકિત''ના ૬૭ બોલ ઉપર મારું મન સ્થિર થયું. તે વિષય મને ખૂબ ગમ્યો. કેમ કે તેમાં દષ્ટિ પરિવર્તનની વાત છે. અને ધર્મના ક્ષેત્રમાં સૌથી પ્રથમ અને અગત્યનું કાર્ય આ જ છે.
મિથ્યાત્વમાં જીવનો વિકાસ અટકે છે. જ્યારે સમકિત પ્રાપ્ત ર્યા પછી જીવ મોક્ષમાર્ગમાં ખૂબ જ ઝડપથી આગળ વધી શકે છે. આ મહત્તા છે સમકિતની... અધ્યાત્મક્ષેત્રમાં સમકિત મેળવવું ખૂબ જરૂરી છે. આ વિષય મને ખૂબ રસપ્રદ લાગ્યો. જેમાં મારું ચિંતન મનન આગળ ચાલ્યું. અને પછી નિર્ણય ર્યો કે હવે હું આ જ વિષય ‘સમકિત' ઉપર જ એક વિસ્તૃત શોધ નિબંધ તૈયાર કરું.
મારે અભ્યાસ થશે અને આવતી પેઢીને એક જ બુકમાંથી “સમકિત” સબંધી બધી માહિતી પ્રાપ્ત થશે આ ભાવથી હું વધારે મહેનત કરવા લાગ્યો. અનેક કામે હોવા છતાં પણ મન આ બાજુ ખેંચાતું જ રહ્યું.
સમકિત સબંધી પુસ્તકો મેળવવાનું, વાંચવાનું, લખવાનું કામ મેં શરૂ ર્ક્યુ. તિલબુર્ગ યુનિવર્સિટી નેધરલેન્ડમાંથી મને સમકિત ઉપર નિબંધ લખવાની Ph.D. માટેની મંજૂરી મળી અને મારું કામ વધારે આગળ વધવા લાગ્યું.
‘“સમ્યગ્દર્શન’” જેનું બીજું નામ સમકિત છે. જે જ્ઞાન અને ચારિત્રને પણ સમ્યક્ બનાવે છે. આત્માનો વિકાસ સમકિત પ્રાપ્ત થયા પછી છે. જ્યાં સુધી એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્મા મિથ્યાભાવોના વમળમાં ફસાઈને સંસારમાં જન્મ-મરણ કર્યા કરે છે. ‘“સમકિત” પ્રાપ્ત થયા પછી તેનો સંસારકાળ સીમિત થઈ જાય છે. આ છે સમકિતની ઉપયોગિતા.
આવું સમકિત જે પ્રાપ્ત કરવું દરેક આત્મા માટે અતિ આવશ્યક છે. તે આ ગ્રંથમાં લખવાનો મેં પ્રયત્ન ર્યો છે. સાથે સમકિત કેવી રીતે ઉપયોગી બની શકે વગેરે જરૂરી વાતો પણ વિસ્તારથી લીધી છે.
સમકિત
૧