________________
૧૩) સયોગી કેવળી ગુણસ્થાનકઃ આ ગુણસ્થાનકમાં કેવળજ્ઞાન, કેવળદર્શન સહિત, શુભ મન વચન, કાયાના યોગ સહિત વિચરે છે તે સયોગી કેવળી કહેવાય છે.
આ ગુણસ્થાનના પ્રથમ સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની પ્રકૃતિનો ક્ષય કરતા કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટે છે.
અહીં ૧૦ બોલ સહિત વિચરે છે. ૧) સયોગ ૨) સશરીર ૩) કેવળજ્ઞાન ૪) કેવળદર્શન ૫) યથાખ્યાત ચારિત્ર ૬) ક્ષાયિક સમકિત ૭) શુક્લધ્યાન ૮) શુક્લલેશ્યા ૯) શુભયોગ ૧૦) પંડિતવીર્ય
જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશે ઊણા પૂર્વક્રોડ વર્ષ સુધી વિચરે છે. ઘણા જીવને તારી, પ્રતિબોધી, ન્યાલ કરીને, શુકલધ્યાનના ત્રીજા પાયાએ પહોંચી મન, વચન, કાયાના યોગનું રૂંધન કરીને ચૌદમે ગુણસ્થાનકે જાય છે.
અહીં જીવ તે જ ભવે, મોક્ષે જાય છે. આ ગુણસ્થાનકે મૃત્યુ થતું નથી.
૧૪) અયોગી કેવળી ગુણસ્થાનકઃ મન, વચન, કાયાના સૂક્ષ્મ કે સ્થૂલ કોઈપણ પ્રકારના યોગના અભાવથી આત્માની મેરુ જેવી નિષ્કપ અવસ્થા જ્યાં હોય છે તેવા કેવળજ્ઞાની ભગવંતનું ગુણસ્થાનક તે અયોગી ગુણસ્થાનક કહેવાય છે.
યોગનો નિરોધ થતાં જ કેવલી ભગવાન અયોગી તેમ જ શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે. આમા આત્મ પ્રદેશો સંપૂર્ણતઃ નિષ્કપ થઈ જાય છે. આને શૈલેશીકરણ કહેવાય છે.
અહીં આત્મા યોગથી વિખૂટો પડે છે ત્યારે પાંચ હ્યસ્વ (અ,ઈ,ઉ,ઋ,ટ્ટ) સ્વર ઉચ્ચાર કરવા જેટલા સમય માં મધ્યલોકથી મોક્ષમાં જઈ સ્થિર થઈ જાય છે.
ઔદારિક, તેજસ, કાર્મણ શરીર સંપૂર્ણપણે ત્યાગી સમશ્રેણી, ઋજુગતિ, ઊર્ધ્વગતિ, અસ્પૃશ્યમાન, ગતિએ એક સમયમાં લોકના અગ્રભણે સિદ્ધક્ષેત્રે જઈ સિદ્ધ થાય છે.
આમ અવ્યવહાર રાશિથી લઈ મોક્ષ સુધીની ભવ્ય જીવની યાત્રા અહીં સુખદ વિરામ પામે છે.
ચિત્ર ૧૯
३०८
સમકિત