________________
આવું સમ્યગદર્શન જેણે ધારણ કરી લીધું છે, તે ત્રણે લોકમાં પૂજય છે. સાર-અસારનો વિચાર કરવામાં તે સૌથી વધારે ચતુર છે. તે જ પાપરૂપ શત્રુઓનો સર્વથા નાશ કરવાવાળો છે. આવો મનુષ્ય સારભૂત, સમસ્ત ગુણોના ઘર સમાન, અદ્વિતીય સમ્યગુદર્શનનો આશ્રય લઇને દેવો અને મનુષ્યોના સર્વોત્તમ સુખોનો અનુભવ કરે છે. અને અંતમાં મોક્ષમાં વિરાજમાન થાય છે.
ચેતનાની મલિનતા નિવારણનું પ્રથમ સાવ સમ્યગ્રદર્શન
સમ્યગદર્શન વગર વ્યકિત પોતાના આત્માની ચેતના ઉપર લાગેલી મલિનતાને દૂર કરી શકતું નથી, રાગ-દ્વેષ આદિની પરિણતિઓથી આત્મા પર પ્રાયઃ મલિનતાઓ આવતી રહે છે. પરંતુ તેને સમ્યગ્દર્શન દ્વારા સાધક નિવારે છે. આત્મા પર આવવાવાળી મલિનતાને રોકી તેની નિર્જરા પોતાના શુદ્ધ પરિણામો દ્વારા કરી લે છે.
જેવી રીતે દુઃખ આત્માનો પરભાવ છે. તેવી રીતે સુખ પણ આત્માનો પરભાવ છે. ભલે શુભકર્મોની પ્રબળતા વશ સુખ વધારે મળ્યું હોય, અથવા પાપકર્મની પ્રબળતાવશ નરકાદિમાં દુઃખો મળ્યાં હોય. પરંતુ સમ્યગુદર્શન જેને પ્રાપ્ત થઈ ગયું છે. તે સુખ-દુઃખ બન્નેને ચેતનાનો પરભાવ સમજે છે. આમ સમજીને સમભાવમાં રહે છે, અને કર્મોની નિર્જરા કરે છે. માટે ચેતનાની બાહાદશાથી આંતરદશામાં જવાનું જો કોઈ સાધન હોય તો તે સમ્યગ્ગદર્શન જ છે.
પરમાત્મદશાનું બજઃ સમ્યગદર્શન
સમ્યગદર્શન જયારથી આવ્યું ત્યારથી પરમાત્મભાવનું બીજારોપણ આત્મામાં થઈ ગયું તેમ સમજવું, તે આત્મા ધન્ય બની ગયો. એક દિવસ તેને પરમાત્મભાવ રૂપી પરમ શ્રેષ્ઠ ફળ તેને અવશ્ય મળશે જ. જેને મેળવીને પછી કંઇ પણ મેળવવાનું બાકી રહેતું નથી.
અહીં પ્રશ્ન થાય છે કે શું સમ્યગદર્શન મેળવ્યા પછી જીવ આપમેળે પરમાત્મા બની જાય છે કે તેને કંઇ પુરુષાર્થ પાછો કરવાનો હોય છે?
આ પ્રશ્નના જવાબમાં કહી શકાય કે સમ્યગદર્શન મેળવવામાં પુરુષાર્થ કરવો પડે છે. તેનાથી પણ વધારે પુરુષાર્થ તેને સાચવવામાં કરવો પડે છે. પછી તેને ઉત્તરોત્તર વિકાસ કરવામાં અને વિશુદ્ધ કરવામાં અને વિશુદ્ધ કરવા માટે જ્ઞાન, ચારિત્ર અને તપની પ્રબળ સાધના કરવી પડે છે. કોઈ કોઈ જીવ સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પછી જલદીથી અંતરંગ પુરૂષાર્થ પ્રબળ કરીને પરમાત્મરૂપ સિદ્ધત્વરૂપ સાધ્યને સિદ્ધ કરી લે છે. પરંતુ બધા જીવો માટે આવો ક્રમ નથી. ૨૬૨
સમકિત