________________
આત્મા છે તેવો જ મારો આત્મા છે. આ પ્રકારની દઢ પ્રતીતિ, સહજ વિશ્વાસ અને સહજ બોધ સમ્યગ્દર્શનથી જ પ્રાપ્ત થાય છે. સમ્યગદર્શન આ પ્રકારના અખંડ વિશ્વાસનું પ્રેરણાસ્રોત છે. જેના જીવનમાં સમ્યગદર્શનની અદ્ભુત જ્યોતિ ઝળહળે છે તેના જીવનમાં પ્રવિષ્ટ ઘનઘોર અંધકાર છિન્ન ભિન્ન થઈ જાય છે. તેના આત્મામાં દઢ શ્રદ્ધાનો શુભ પ્રકાશ થઈ જાય છે. અને સમ્યગ્રદર્શન તેના માટે દઢવિશ્વાસનું વરદાન લઇને આવે છે. જીવનની દિવ્યતાનો આધાર સમ્યગ્ગદર્શન મનુષ્ય જયારે દાનવતા અને પશુતાથી ઉપર ઊઠે છે ત્યારે માનવતા પ્રગટે છે. અને જયારે માનવતામાં પણ સમ્યગ્રદર્શન ભળે ત્યારે દિવ્યતા પ્રગટે છે. એ વાત આપણે અહીં જોઈએ.
દાનવતા અને પશુતાની વૃત્તિ આધ્યાત્મિક વિકાસને રોકે છે. તે વ્યક્તિમાં દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, છળ-કપટ, દંભ ભરેલાં હોય છે. વ્યક્તિ આનાથી ઉપર ઊઠે છે ત્યારે થોડી માનવતા આવે છે. પોતે જીવે છે અને બીજાને જીવવાનો અધિકાર આપે છે. પોતાના સમાન બીજાનાં સુખદુખને પણ સમજે છે. તે આગળ વધીને વધારેમાં વધારે માર્ગાનુસારી ગુણો સુધી જઇ શકે છે. પરંતુ સમ્યગદર્શનની ભૂમિકા ઉપર આરૂઢ વ્યક્તિ માનવતાથી પણ ઉપર ઊઠીને દિવ્યતાની ભૂમિકામાં પ્રવિષ્ટ થાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થવા પર તે બધા વિશ્વના જીવોને પોતાના આત્મા સમાન સમજે છે. બીજાનાં દુઃખ, સંકટ અને આફતોમાં પોતાના પ્રાણોની પણ તે પરવા કરતો નથી માટે સમ્યગ્રદર્શન જ દિવ્યતાનો મૂળ આધાર છે. કેમ કે સમ્યગદર્શનને તેનું પોતાનું જ અનંતબળ છે. આ દિવ્યતા સબંધી વાત થઈ, હજી પણ સમ્યગદર્શનનું વધુ મહત્વ આગળ જોઈએ. અનંતકાલીન જન્મ-મરણની પરંપરાનો ઉચ્છેદ કરવાની શક્તિ સમ્યગદર્શનમાં છે, બીજા કશામાં નહીં. જીવનના અંધકારને પ્રકાશમાં બદલવાની, જીવનની શિથિલ ગતિને પ્રગતિમાં પરિવર્તિત કરવાની અપાર ક્ષમતા સમ્યગદર્શનમાં જ છે. એક ક્ષણમાત્રનું સમ્યગદર્શન અનંત અનંત જન્મમરણને નષ્ટ કરી દે છે. પ્રશ્નોત્તર શ્રાવકાચારમાં સમ્યગ્ગદર્શન સંપન્ન વ્યક્તિને શ્રેષ્ઠ બતાવતા કહ્યું કે
"धन्या स्ते पुरुषोत्तमाः सुकृतिनो लोकत्रये पूजिताः । सारसार-विचार-मार्गचतुराः पापारिविध्वंसकाः ॥ सारं-सर्वगुणेहगेहमसमं-सद्दर्शनं ये श्रियात् । मुक्त्वा सर्वसुखं नृदेवजनितं यात्येव मुक्त्यालयं ॥" પરિચ્છેદ-૧૧ શ્લોક-૧૦૮
સમકિત
૨૬૧