________________
જેમ જન્માંધ માણસને આંખો મળતા જેટલો આનંદ થાય છે. તેના કરતાં પણ વધારે આનંદ ઉપશમસમ્યગ્દષ્ટિને થાય છે.
ઉપશમ સમકિત થતાં જ તે જીવ ચોથા ગુણસ્થાનકે પહોંચી જાય છે. ત્યાં સુધીની સર્વ પ્રક્રિયા તે ૧લા ગુણસ્થાનકે જ કરે છે. મિથ્યાત્વના ઘરમાં રહીને મિથ્યાત્વને હટાવવાની તાકાત પ્રભુના માર્ગમાં અને ધર્મમાં જ છે જે આ ગુણસ્થાનકે જીવ કરી બતાવે છે.
ઉપશમ સમકિત પ્રાપ્ત થયા પછી જે મિથ્યાત્વ મોહનીય કર્મ ઉદયમાં આવવાનું છે અર્થાત્ સત્તામાં રહેલ મિથ્યાત્વ મોહનીયના અંતઃક્રોડાકોડી સાગરોપમની સ્થિતિના દલિકોના અધ્યવસાયની વિશુદ્ધિના જોરે ત્રણ પુંજ (ભાગ) થાય છે.
(૧) એક પુંજ એટલો વિશુદ્ધ હોય છે જેનાથી મિથ્યાત્વનો અભાવ થાય છે એટલે કે ઉપશમમાંથી ક્ષયોપશમ સમકિતમાં જાય છે એટલે કે ૪થા ગુણસ્થાનકે રહે છે.
(૨) બીજો પુંજ અર્ધશુદ્ધ પુંજ હોય છે તેનાથી મિશ્ર પરિણામ થાય છે. અર્થાત્ મિશ્ર મોહનીયનો ઉદય થતાં જીવ ત્રીજા ગુણસ્થાનકે જાય છે.
(૩) ત્રીજો પુંજ અશુદ્ધ હોય છે. તેનાથી ફરી મિથ્યાત્વનો ઉદય થતાં જીવ ફરીને પ્રથમ ગુણસ્થાનકે ચાલ્યો જાય છે.
આમ, ઉપશમ સમકિતની અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્ણ થતાં જ જે પેજનો ઉદય થાય તે પ્રમાણે જીવ એ અવસ્થાને પામે.
(ચિત્ર ૧૩)
સમકિત
૧૩૯