________________
તાત્પર્ય છે કે સમ્યગ્દર્શની પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત વિષયોનું સેવન કરે પણ રાગાદિથી અલિપ્ત રહીને નવાં કર્મ બાંધે નહીં.
આ વસ્તુને વધુ સ્પષ્ટ સમજવા માટે એક દાંત જોઈએઃ
જેમ એક વેપારી પોતાની દુકાનમાં મુનીમને રાખે છે. એ જ મુનીમ દુકાનનો સઘળો કારોબાર સંભાળે છે. હિસાબ-કિતાબ વ્યવસ્થિત રાખે, ખરીદવાનું વેચવાનું બધું કાર્ય કરે છે. પણ મનથી તે મુનીમ એમ જ સમજે છે કે ભલે બધું કાર્ય કરું છું પણ આ દુકાન મારી નથી. આ દુકાનનો માલિક તો કોઈ બીજો છે. હું તો બસ માલિક દ્વારા બતાવેલું કાર્ય જ કરું છું. પોતાને નફા કે નુકશાનમાં સુખ કે દુઃખ અનુભવાતું નથી. તેને ખબર છે કે આમાંથી મારે કશું જ લેવાનું નથી. આવી જ રીતે સમ્યગ્દષ્ટિ પૂર્વનાં કર્મોના પ્રતાપે પાંચે ઈન્દ્રિયોના વિષયમાં રહેવા છતાં અને સેવન કરવા છતાં તેના પ્રત્યે રાગ-દ્વેષ, મોહ, કર્તાપણાનો અહંકાર વગેરે રાખતો નથી. તેને બરાબર ખબર છે કે પૂર્વનાં કર્મો ૨માડે છે પણ તેનામાં રહીને ફરી નવાં કર્મો બાંધવાના નથી. આ સંસારમાં સમ્યગ્દર્શની આત્મા આવા મુનીમની જેમ રહે છે.
આવી જ વાત આચારાંગસૂત્રમાં બતાવેલી છે.
"न सक्का रसमस्साउं जिहाविसयमागयं । रागदोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥ न सक्का कासमवेएउं फासविसयमागयं ।
रागदोसा उ जे तत्थ ते भिक्खू परिवज्जए ॥ "
- આચારાંગ સૂત્ર; ૨.૩.૧૫.૧૩૪-૧૩૫ (પાનું ૧૨૭, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, (ગુજરાત), વર્ષ ૧૯૯૯)
એ સંભવ નથી કે જીભ પર આવેલો સારો કે ખરાબ રસનો સ્વાદ ખબર ન પડે, પણ ભિક્ષુ (સમ્યગ્દષ્ટિ) તે રસ પ્રતિ મનમાં રાગ કે દ્વેષ લાવતા નથી. એ જ પ્રમાણે શરીરને અડતા કોઈ પણ સ્પર્શની અનુભૂતિ તો થાય જ, પણ ભિક્ષુ (સમ્યગ્દષ્ટિ) એ સ્પર્શને હિસાબે રાગ કે દ્વેષ મનમાં લાવતા નથી. આવી જ રીતે દરેક ઈન્દ્રિયોથી પણ પદાર્થનો અનુભવ થાય છે. તેમાં રાગ અને દ્વેષ કર્યા વગર સમ્યગ્દષ્ટિ સમભાવમાં રહે છે. કદાચ જો રાગદ્વેષ થઈ જાય તો લાંબા કાળ સુધી તે રાગ અને દ્વેષમાં લિપ્ત રહેતા નથી.
ચોક્કસપણે સમ્યગ્દષ્ટિના વિચારોમાં એ જ હોય છે કે આ શરીર, આ ઈન્દ્રિયો અને કોઈપણ બાહાપદાર્થ એ મારા નથી. અને એ હું નથી. એ બધું જડ છે અને હું પોતે બધાથી જુદો
સમકિત
૨૦૭