________________
ચેતન આત્મા છું. હું સર્વથી અલગ છું. કાળ કે કર્મો મારા સ્વરૂપને બદલી નહીં શકે. કેમ કે કર્મ જડ છે. શું આત્મા આવા “પર” (ક)ના બંધનમાં બંધાઈ શકે છે? અનંત શક્તિશાળી આત્માને બાંધવાની શક્તિ આ જડમાં નથી. પણ જ્યારે જ્યારે આત્મા મન દ્વારા “સ્વમાં” રહેવાને બદલે “પરમાં ચાલ્યો જાય છે. તે મનથી રાગાદિ ભાવ લાવે છે ત્યારે ત્યારે તે અનંત શક્તિશાળી આત્માને આ જડ (ક)થી બંધાવું પડે છે. જ્યારે જ્યારે ઈન્દ્રિયો, શરીર અને બાહાપદાર્થમાં આકર્ષણ થાય છે ત્યારે ત્યારે આત્મા બંધનમાં પડે છે. સમ્યગ્દષ્ટિને આ વિચારધારા હોય છે. કદાચ રાગાદિ ભાવોમાં જાય તો પણ ત્યાં ઓછો સમય ટકે છે. અલ્પ કર્મબંધ કરીને પાછો વળી જાય છે. બને ત્યાં સુધી તે મન દ્વારા પરથી અલિપ્ત રહે છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પહેલા આશ્રદ્વારમાં કહયું છે કેઃ
“વેતા મોલ્લો, ન0િ મફતા" - સમ્યગદર્શન; (પાનું ૮૮, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, ખ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧).
પોતાનાં કરેલાં કર્મોને ભોગવ્યા વિના છુટકારો નથી. ભોગવીને જ છુટકારો થઈ શકે. આ વાત સમ્યગ્દષ્ટિઆત્મા બરાબર સમજે છે. તેને ખબર છે કે કોઈપણ નવા કર્મ બાંધશે તો તે ફરીથી આગળ જતા ભોગવવા જ પડશે, એના વગર મુક્તિ મળવાની નથી. એટલે જ્યારે પણ તેને સુખ આવે કે દુઃખ આવે, અનુકૂળ સંયોગો આવે કે પ્રતિકૂળ સંયોગો આવે, પુણ્યનો ઉદય કે પાપનો ઉદય થાય, દરેક પરિસ્થતિમાં તે સમતાભાવ રાખે છે. અને સમતાભાવથી જૂનાં કર્મો ભોગવીને નવા કર્મબંધમાં પાછો પડતો નથી.
આ રીતે પૂર્વકર્મબંધના પ્રતાપે ઉત્પન્ન થતા ભોગોમાં તે અભોગ દૃષ્ટિ રાખે છે. સમ્યગદર્શનના પ્રતાપે તેની દષ્ટિ ભોગમાં અભોગ જેવી થઈ જાય છે. તે દરેક સ્થિતિમાં પોતાનો આત્મા જાણે પીંજરામાં ફસાયેલો છે તેમ માને છે. ભલે પછી તે પીંજરું પુણ્યના હિસાબે સોનાનું હોય કે પાપના હિસાબે લોખંડનું. પણ સમતાભાવ રાખી એ આ પીંજરું તોડીને ઊડી જવાની રાહ જુએ છે.
ટૂંકમાં સમજીએ તો જૂનાં કર્મોનો ઉદય થવો તે પોતાના હાથમાં નથી પણ નવાં કર્મ બાંધવા કે નહીં તે પોતે નક્કી કરી શકે છે. આ વાત સમ્યગ્દષ્ટિ ખૂબ જ બરાબર રીતે સમજીને જીવનમાં ઓછામાં ઓછા કર્મબંધ કઈ રીતે થાય તેનું તે ધ્યાન રાખે છે. ૨૦૮
સમકિત