________________
કોઈ પણ રીતે રાગ અને દ્વેષ ઉત્પન્ન ન થાય તેની તકેદારી રાખે છે. અને કોઈકવાર થઈ જાય તો તરત જ તે ત્યાંથી પાછો ફરી જાય છે. અને જે પણ અલ્પ રાગદ્વેષ ઉત્પન્ન થયેલા તે માટે પોતે ભૂલ સ્વીકારીને હૃદયથી પ્રાયશ્ચિત કરે છે. સમ્યગ્દર્શનની શક્તિથી આત્મા જે કર્મબંધનું ચક્ર છે તે ચક્રને સમાપ્ત કરી શકે છે. આ જ ચક્રનું સમાપ્ત કરવું એટલે મુક્તિ છે અને આજ ચક્રનું ચાલતા રહેવું તે સંસાર છે. તે વાત તેના હૃદયમાં ઘુંટાયેલી છે.
આત્માઓ ભોગાવલી કર્મોનો ત્યાગ કરી શકતા નથી પણ જે જે સમ્યગ્દષ્ટ આત્માઓ છે તે આ ભોગાવલી કર્મોમાં આસક્તિનો ત્યાગ કરે છે અને આ પ્રમાણે અલ્પ કર્મબંધ કરે છે. કર્મફળ ભોગવતા સમયે તે રાગદ્વેષ વૃત્તિનો ત્યાગ કરે છે.
આ કર્મબીજનો અંત લાવવાનો એક જ ઉપાય છે. કે રાગ અને દ્વેષની વૃત્તિને ક્ષીણ કરવી.
મનુસ્મૃતિ અધ્યયન ૬ શ્લોક ૭૪માં બતાવ્યું છે કે
" सम्यगदर्शनसम्पन्नः कर्मभिर्न निबध्यते ।
दर्शनेन विहीनस्तु, संसारे प्रतिपद्यते ॥ "
- મનુસ્મૃતિ; ગાથા ૧.૬.૭૪ (પાનું ૫૨૧, પ્રકાશકઃ ગંગાનાથ પોમલ પબ્લિકેશન, દિલ્હી, વર્ષ ૧૯૯૨)
અર્થાત્ ક્ષાયિક સમ્યગ્દર્શન સમ્પન્ન વ્યક્તિને નવાં કર્મોનો બંધ થતો નથી, પણ જે સમ્યગ્દર્શનથી રહિત છે, તે નવા કર્મબંધના કારણે સંસારમાં સ્થિત રહે છે.
આનું રહસ્ય એ છે કે આત્મશુદ્ધિ-ચોથા ગુણસ્થાનકથી લઈને ૧૪ ગુણસ્થાન સુધી ચાલે છે. જ્યારે કર્મબંધનાં મુખ્ય કારણ રાગ અને દ્વેષ સમાપ્ત થાય છે ત્યારે આત્મા કર્મ કરતો હોવા છતાં પણ અકર્મસ્થિતિને પ્રાપ્ત કરે છે. આ સ્થિતિમાં ફક્ત જૂનાં કર્મો ભોગવાના જ બાકી રહી જાય છે. અને જે સમાપ્ત થતાં આત્મા મુક્તિને પામે છે.
આ સંસારમાં ચારે તરફથી રાગ-દ્વેષ વગેરેનો પ્રવાહ વહે છે. આ સંસાર-સાગરની લહેરો સદાય મનના તટને ટકરાતી રહેતી હોય છે. મનનો કિનારો જો કાચો હોય તો તે આ લહેરોથી સદા તૂટતો જશે. અને કિનારો જો પાકો હશે, મજબૂત હશે તો સંસાર-સાગરની તોફાની લહેરો ટકરાઈને પાછી જતી રહેશે.
સમકિત
૨૦૯