________________
૨.૧૦ સમ્યગ્દર્શનીનો વ્યવહાર
આ વાત તો નક્કી છે કે સંસારમાં આત્મા માટે સમ્યગ્દર્શનથી વધારે કલ્યાણકારી કોઈ વસ્તુ નથી.
આચાર્ય સમંતભદ્રએ રત્નકદંડક શ્રાવકાચારના પ્રથમ અધિકારમાં બતાવ્યું છે કે
" न सम्यकत्वसमं किंचित त्रैकाल्ये त्रिजगत्यपि ।
श्रेयोडश्रेयश्च मिथ्यात्वसमं नान्यतनूभृताम् ॥”
રત્નકદંડક શ્રાવકાચાર; ગાથા ૧.૩૪ (પાનું ૩૪, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬)
જીવો માટે ત્રણ કાલમાં અને ત્રણે લોકમાં સમ્યગ્દર્શન જેવું કોઈ કલ્યાણકારી વસ્તુ નથી. અને ત્રણ કાલ અને ત્રણ લોકમાં મિથ્યાત્વ જેવી કોઈ અકલ્યાણકારી વસ્તુ નથી.
સમ્યગ્દર્શન સંસાર અને સંસારના બધા જ પદાર્થોને તેમના સાચા (યથાર્થ) સ્વરૂપમાં જોવાની શક્તિ આપે છે. સમ્યક્તિની ષ્ટિમાં એવો જાદૂ થાય છે કે સંસારના કિચડમાં રહેવા છતાં પણ કમળની જેમ નિર્લેપ રહે છે. સમળમુત્તમાં આ બાબતને વધારે સ્પષ્ટ કરે છે.ઃ
"जह सलिलेण ण लिप्पई, कमलिणिपत्तं सहावपयडीए ।
तह भावेण ण लिप्पई कसायविसएहिं सप्पुरिसो ॥"
- સમણસુત્તું; ગાથા ૨.૧૮.૯-૨૨૭ (પાનું ૭૪, પ્રકાશકઃ યજ્ઞ પ્રકાશક સમિતિ, બરોડા (ગુજરાત), વર્ષ ૧૯૭૬)
જેમ કમળની પાંખડીઓ સ્વભાવથી જ પાણીમાં રહીને અલિપ્ત રહે છે, તેમ સત્પુરુષ સમ્યક્ત્વના પ્રભાવથી કષાય અને વિષયોરૂપી સંસારમાં રહેવા છતાં લેપાતા નથી. અલિપ્ત રહે છે. સમ્યગ્દષ્ટિઆત્મા ‘‘સ્વ’” અને “પર’”નું ભેદવિજ્ઞાન હૃદયથી સમજી લે છે. ભલે સંસારના પાંચ ઈન્દ્રિયોના વિષય ભોગવે,છતાં પણ તે મનથી એમ માને કે આ ભોગવવા જેવા નથી. ભોગવું છું એ મારો ચારિત્રમોહનો ઉદય છે. તે સંસારમાં રહે પણ સંસારભાવ ન રાખે. તેને ભોગ અને સુખનાં કડવાં ફળ પણ ધ્યાનમાં છે અને તે પણ સમજે છે કે આ ભોગ અને સુખ તે મોક્ષનું કારણ નથી. તે સંસારમાં રહે ખરો પણ રમે નહીં. સમ્યગ્દર્શનીનું જીવન આવું ભોગનિર્લિમ જીવન છે.
૨૦૬
સમકિત