________________
અર્થ - તે જ ધન્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે કે જેણે સ્વપ્નમાં પણ સિદ્ધિને દેવાવાળા સમ્યગદર્શનને મલિન કર્યું નથી. નિરતિચાર સમ્યગદર્શનનું પાલન કરી આત્માનંદ અનુભવ્યો છે.
સારાંશ જે પદાર્થ જે રૂપે છે, તે રૂપે માનવા તેનું નામ સમયગદર્શન. જિનેશ્વર ભગવંતે જેવું વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની શંકા ન કરવી તેનું નામ સમ્યગદર્શન છે.
“તમેવ એવં સંÉ નિર્દિ વેફર્થ ” - આચારાંગ સૂત્ર; (લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૧૯૯૯)
અર્થ જે જિનેશ્વર દેવ દ્વારા પ્રરૂપિત છે તે જ સત્ય છે, તે જ નિઃશંક છે.
સમ્યગ્દષ્ટિજીવને નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ હોય છે. તે સાંસારિક કાર્યોમાં સંલગ્ન થાય છતાં તેને પોતાની પ્રતીતિ સદેવ કાયમ રહે છે. સમ્યકત્વની પ્રાપ્તિ સમયે નિયમથી શુદ્ધોપયોગ હોય છે. તેનો કાળ તો ઘણો જ અલ્પ હોવા છતાં પછી જીવ શુભોપયોગમાં અને અશુભોપયોગમાં જાય તો પણ સમ્યકત્વ ટકી રહે છે. જેમ કોઈ ફિલ્મનો અભિનેતા ભિખારીનો અભિનય કરતો હોય ત્યારે ખરેખર ભિખારી જ દેખાય છે તેમ છતાં તે પોતાનું પૂરું નામ, સ્વરૂપ, અસ્તિત્વ ભૂલતો નથી. ભિખારીના વેષમાં ભીખ માંગવાનું કાર્ય કરવા છતાં તેને પોતાની મહાનતાની પ્રતીતિ કે ખાત્રી કરવા વારંવાર પોતાનું અસલ સ્વરૂપ યાદ કરવું પડતું નથી. એમ જેમણે એકવાર આત્માનો અનુભવ કર્યો છે તેની જ્ઞાયકપણાની પ્રતીતિ સતત ચાલુ રહે છે. આ છે સમકિતીની દિનચર્યા.
સમકિત
૨૦૫