________________
અહીં મુદ્દો એટલો જ છે કે ત્રણ પ્રકારનાં જે સમ્યકત્વઃ પથમિક, શાયોપથમિક અને શાયિક, એમાં જે શાયિકસમ્યકત્વ છે, તેને પ્રગટાવવા માટે શપકશ્રેણી અવશ્યમેવ માંડવી પડે છે. અને થાયોપથમિક સમ્યકત્વની ગેરહાજરીમાં જીવ શપકશ્રેણી માંડી શકતો નથી.
લાયોપથમિકસમ્યત્વ તો ઘણીવાર આવે અને ઘણીવાર જાય એવું પણ બને, પણ એકવાર જે જીવ સમ્યકત્વને પામ્યો, તે જીવ ગમે ત્યારે પણ અર્ધ પુદ્ગલપરાવર્તન થી અંદરના કાળમાં જ અને તે પણ ક્ષાયોપથમિકસમ્યકત્વની હાજરીમાં જ ક્ષપકશ્રેણી અવશ્ય માંડવાનો અને ક્ષાયિકસમ્યકત્વ આદિને પામીને મોક્ષને પણ પામી જ જવાનો.
ઉપર બતાવ્યા એ પ્રમાણે શ્રેણીની અપેક્ષાએ સમકિતના ત્રણ પ્રકાર કહ્યા તેના ઉપરાંત બીજા બે પ્રકાર છે. એમ કુલ મળીને પાંચ પ્રકાર થાય છે.
તેનાં નામ છે ૪) વેદક સમ્યક્ત્વ ૫) સાસ્વાદન સમ્યત્વ
૪) વેકદ સમ્યકત્વઃ
ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરતો જીવ સમકિત મોહનીય કર્મના છેલ્લા દલિકોનું જ્યારે વેદન કરે ત્યારે તેને વેદક સમકિત કહેવાય છે.
વેદક સમકિતના ત્રણ પ્રકાર છે: ૧) ક્ષાયિક વેદક સમકિત ૨) ઉપશમ વેદક સમકિત ૩) ક્ષયોપશમ વેદક સમકિત
૧) ક્ષાયિક વેદક સમકિતઃ અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો
ક્ષય થયો હોય અને સમકિત મોહનીયનો ઉદય હોય, તેને ક્ષાયિક વેદક સમકિત કહે છે. ૨) ઉપશમ વેદક સમકિતઃ અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો
ઉપશમ થયો હોય અને સમકિત મોહનીયનો ઉદય હોય, તેને ઉપશમ વેદક સમકિત કહે
છે.
૩) ક્ષયોપશમ વેદક સમકિત અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો
ક્ષયોપશમ થયો હોય અને સમકિત મોહનીયનો ઉદય હોય, તેને ક્ષયોપશમ વેદક સમકિત કહે છે.
વેદક સમકિતની સ્થિતિ ૧ સમયની છે. સંપૂર્ણ ભવરાશિમાં એક જ વાર આવે છે.
વેદક સમ્યકત્વના પછીના સમયે જીવ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી જ લે છે. ૧૬૬
સમકિત