________________
૫) સાસ્વાદન સમકિતઃ
જીવ જ્યારે ઉપશમ સમકિતથી પતન પામીને અનંતાનુબંધી ચતુષ્કનો ઉદય થતા મિથ્યાત્વ તરફ જતો હોય ત્યારે અંતરાલમાં જે સમ્યક્ત્વનું આસ્વાદન રહે છે, હજુ મિથ્યાત્વનો ઉદય થયો નથી તેને સાસ્વાદન સમકિત કહે છે. તેની સ્થિતિ જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ ૬ આવલિકાની છે. સંપૂર્ણ ભવરાશિમાં ઉત્કૃષ્ટથી પાંચવાર આવે છે. સ + આયસાદન = સાસાદન આય = લાભ, સાધન = નાશ
જે ઉપશમસમ્યકત્વના લાભનો નાશ કરે તે આયસાદન કહેવાય.” તેથી તે આસાદન કહેવાય સ + આસાદન = સાસાદન અનંતાનુબંધી કષાયના ઉદય સહિત
“જે ઉપશમાદ્રામાં રહેલો જીવ અનંતાનુબંધી કષાયના ઉદય સહિત હોય તે સાસાદન સમ્યગ્દષ્ટિ કહેવાય.”
આ સ્થિતિ આવ્યા પછી જીવ અવશ્ય “મિથ્યાત્વને પામે છે. હકીકતમાં વેદક અને સાસ્વાદન સમકિત તે સમ્યગદર્શનથી મધ્ય અવસ્થા છે. વેદક તે ક્ષાયિક સમ્યકત્વની તરફ જતી સમયે આવે છે અને સાસ્વાદન તે સમ્યગદર્શનથી મિથ્યાત્વ તરફ પતા સમયે આવે છે.
સમ્યગદર્શનના બીજા પ્રકારો
સાધ્ય અને સાધનઃ
સાધ્ય અને સાધનની અપેક્ષાથી બે પ્રકાર થાય છે. ઉપશમ સમ્યકત્વ અને ક્ષયોપશમ સમ્યકત્વ તે બે સાધન કહેવાય છે. ક્ષાયિક સમ્યકત્વ તે સાધ્ય કહેવાય છે. કારણ તેના પછી સમ્યગ્ગદર્શન માટે બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અને આ પ્રાપ્ત કર્યા પછી પાછું જતું નથી.
સમકિત
૧૬૭