________________
" सम्यक्त्वं यस्य भव्यस्य हस्ते चिन्तामणि भवेत् ।
कल्पवृक्षो गृहे तस्य, कामगव्यनुगामिनी ॥”
- સમ્યગ્દર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
જે ભવ્યજીવની પાસે સમ્યગ્દર્શન છે. તેના હાથમાં ચિંતામણિ રત્ન, તેના ઘરમાં કલ્પવૃક્ષ તથા તેની પાછળ-પાછળ ચાલવાવાળી કામધેનું ગાય છે. તેમ સમજવું જોઈએ.
ચિંતામણિ એક રત્ન છે જે દરેક મનોરથ પૂર્ણ કરે છે. કલ્પવૃક્ષ એક વિશિષ્ટ વૃક્ષ છે જેની છાયામાં બેસીને જે ઈચ્છો તે તરત મળી જાય છે અને કામધેનું ગાયને જ્યારે દોહવી હોય ત્યારે દોહીને દૂધ મેળવી શકાય છે. આ ત્રણે લૌકિક દષ્ટિએ ઘણાં જ મહત્ત્વપૂર્ણ, બહુમૂલ્ય, અને દુર્લભ ગણાય છે. પરંતુ લોકોત્તર અને આધ્યાત્મિક દૃષ્ટિથી તેનું મહત્ત્વ નથી. સમ્યગ્દર્શનમાં આ ત્રણે પદાર્થોના ગુણ મળે છે. સમ્યગ્દર્શન એ આધ્યાત્મિક રત્ન છે. આત્મા એ કલ્પવૃક્ષ છે. અને સમ્યગ્દર્શનની સમ્પન્નતા કામધેનું છે. જે પાછળ પાછળ ચાલે છે.
જ્ઞાનાર્ણવમાં પણ કહ્યું છે કે
“सदृर्शनमहारत्नं विश्वलोकैकभूषणम् । मुक्तिपर्यन्त कल्याण दानदक्षं प्रकीर्तितम् ॥”
જ્ઞાનાર્ણવ; ગાથા ૬.૫૩, (પાનું ૯૬, લેખકઃ આચાર્ય શુભચંદ્ર, પ્રકાશકઃ પરમશ્રુત પ્રભાવક મંડલ, અગાસ, વર્ષ ૧૯૮૧)
આ સમ્યગ્દર્શન મહારત્ન છે. વિશ્વનું આભૂષણ છે. અને મોક્ષ ન થાય ત્યાં સુધી આત્મકલ્યાણની પ્રેરણા આપવામાં નિપુણ છે.
સમ્યગ્દષ્ટિ એવું સમજે છે કે જ્યારે ચિંતામણિ રત્ન મારી પાસે છે. મારી પાસે શું, મારામાં જ છે ત્યારે મને કઈ વાતની ચિંતા?
“રયણસાર’’માં પણ સમ્યગ્દર્શનને ચાર ઉપમાઓથી ઉપમિત કરીને તેની ઉપયોગિતા બતાવતા કહ્યું છે કે
સમકિત
૨૭૧