________________
અભિપ્રાય આ છે કે જો સમ્યગ્દર્શન છે તો અહિંસા પણ સફળ છે. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ પણ સફળ છે. બધાં વ્રતનિયમ સફળ છે. અને અધિક ફળ આપનાર છે. કેમ કે સમ્યગ્દર્શનમાં આ બધા સિદ્ધાંતો ઉપર સાચી શ્રદ્ધા હોય છે. માટે અધિક ફળ મળે છે. પરંતુ જો સાચી શ્રદ્ધા વગર તે સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો તે ઉચ્ચ આત્મિક વિકાસનું સાધન બની શકતી નથી અને ધર્મકરણીનું અલ્પફળ આપે છે.
સમ્યગ્દર્શનના અભાવમાં જ્ઞાન અને ચારિત્રની શી સ્થિતિ છે?
જૈન શાસ્ત્રમાં આચાર્ય અંગારમર્દકનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. તે યુગના તે ઘણા મોટા આચાર્ય હોય છે. તેમની પાસે બૌદ્ધિક પ્રતિભા, વાણીનો ચમત્કાર, પાંડિત્યનું પ્રદર્શન ઘણું હતું. આ બધું હોવા છતાં પણ આત્મિક વિકાસના સર્વપ્રથમ પ્રકાશરૂપ-સમ્યગ્દર્શન ન હતું. ગુરુ બન્યા હોવા છતાં પણ આત્માના અસ્તિત્વ અને તેના વિકાસના ઉપાય ઉપર તેમને શ્રદ્ધા ન હતી. આત્માના પૂર્ણ વિશુદ્ધ સ્વરૂપ-મોક્ષ ઉપર તેમને વિશ્વાસ ન હતો, તે તપ-જપ ઘણું કરતાં પણ તે માત્ર એક પ્રકારના નાટક જેવું હતું. માત્ર પ્રદર્શનનો પ્રકાર હતો. તેમની સાધનાનું લક્ષ્ય આત્મવિશુદ્ધિ, નિર્જરા, કર્મક્ષય ન હતું, પણ લૌક્કિ સુખભોગ, પ્રસિદ્ધિ, કીર્તિ, પ્રશંસા માત્ર હતું. બહારથી ચારિત્ર પાલનનો દેખાવ હતો, અંદરથી સાવ શૂન્ય હતું. તે આશ્રવ, સંવર, બંધ, મોક્ષની વ્યાખ્યા ખૂબ સૂક્ષ્મ કરતાં હતા પણ કેવળ મુખથી, હૃદયથી નહીં. ધર્મ જ્યાં સુધી કેવળ શરીર સુધી જ સીમિત રહે છે, આત્માની સીમામાં પ્રવેશ કરતો નથી ત્યાં સુધી તે વ્યવહાર દષ્ટિથી ભલે ત્યાગ કહેવાય પરંતુ નિશ્ચયદષ્ટિથી તે ત્યાગ નથી માત્ર વ્યવહારાભાસ છે.
આચાર્ય અંગારમર્દક પાસે બાહ્યા જ્ઞાન પણ હતું. અને દ્રવ્યચારિત્ર પણ હતું. પરંતુ સમ્યગ્દર્શનના અભાવમાં તે બંન્ને મોક્ષનાં અંગ ન બની શક્યાં. અને તે અભવ્ય આત્મા તરીકે જાણીતા થ યા. તે વાત આપણે આ દૃષ્ટાંત પરથી સમજવાની છે. પંચાધ્યાયીમાં પણ આ જ વાતનું સમર્થન મળે છે.
" यत् पुनद्रव्यचारित्रं श्रुतज्ञान विनाऽपि दृग् ।
न तत्ज्ञानं, न चारित्रमस्ति चेत् कर्मबन्धकृत् ॥"
- પંચાધ્યાયી; ગાથા ૨.૭૬૯ (લેખકઃ પંડિત રાજમલ પ્રકાશકઃ, પાનું ૨૭૨, પ્રકાશકઃ ગણેશવર્ણી દિગંબર જૈન શોધ સંસ્થાન, વારાણસી, વર્ષ ૧૯૮૬)
અર્થઃ- સમ્યગ્દર્શન વગર જે દ્રવ્યચારિત્ર અને શ્રુતજ્ઞાન છે, તે ન તો સમ્યક્ચારિત્ર છે, કે ન સમ્યગ્રાન છે. જો તે બે છે તો પણ તે કર્મબંધ કરવાવાળા છે. અર્થાત્ સમ્યગ્દર્શન વગરનાં જ્ઞાન અને ચારિત્રનું મહત્વ નથી.
સમકિત
૨૪૭