________________
અર્થ - રત્નત્રયમાં સૌથી પહેલા સમગ્ર પ્રયત્ન સમ્યગ્રદર્શનને મેળવવા કરવો જોઈએ. કેમ કે સમ્યગદર્શનના હોવા પર જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક થાય છે. આ થઈ સમ્યગદર્શનની મહત્તા.
સમ્યગદર્શનના અભાવમાં દાન, વ્રત, તપ વગેરેનું અલ્પફળઃ
સમ્યગ્ગદર્શન વગર દાન, વ્રત, તપ કરવામાં આવે તો ઓછું ફળ મળે છે. કેમ કે લક્ષ્યશુદ્ધિ તથા આશયશુદ્ધિ નથી માટે જ્યારે સમ્યગ્ગદર્શન સહિત વ્રત, તપ કરવામાં આવે તો તેનું ફળ અનેકગણું થઈ જાય છે.
જૈન ધર્મના પપાતિક સૂત્રમાં અને વૈદિક પરંપરાના પુરાણ ગ્રંથોમાં અનેક કઠોર તપસ્વી સાધકોનું વર્ણન આવે છે. કોઈ તાપસ સૂકું ઘાસ, પાંદડાં ખાય છે. પથ્થરો ઉપર અને કાંટા ઉપર સૂવે છે. કેટલાક તાપસ (સંન્યાસી) દિવસ-રાત ઊભા રહે છે. કોઈ પાંચ બાજુ અગ્નિ સળગાવી તપે છે. કોઈ શીતકાળમાં જલમાં (પાણીમાં) ઊભા રહે છે. કોઈ ઝાડની ડાળીએ ઊંધા મસ્તકે લટકાયેલા રહે છે. આજે પણ આવી પરંપરાના તાપસો છે. જે દેહને ભયંકર દંડ આપે છે. યાતના આપે છે. તેમના આવા કષ્ટવાળા તપને પણ બાલતપ કીધું છે. કેમ કે તેમના આ તપની પાછળ કોઈ સમ્યક્ વિવેક, દૃષ્ટિ થા તત્ત્વાર્થ શ્રદ્ધાન નથી માટે. તેથી ભગવાન મહાવીરે કહાં.
“તેહિ પિ તવો સુથ્થો, નિવવંતા ને મહાકુના " - સૂત્રકૃતાંગ સૂત્ર; ગાથા ૮.૨૪ (પાનું ૩૫૨, લેખકઃ યુવાચાર્ય મધુકરમુનિ, પ્રકાશક: આગમ પ્રકાશન સમિતિ, ખ્યાવર, (રાજસ્થાન), વર્ષ ૧૯૮૨)
મહાકૂળમાં ઉત્પન્ન જે વ્યક્તિ મોટી ધામધૂમથી દીક્ષા લે છે. અને તે પૂજા સત્કાર માટે તપ કરે છે. તેમનું તે તપ સમ્યગદર્શન ન હોવાના કારણે શુદ્ધ નથી. એવું કેમ તે વાત હજી વધારે સ્પષ્ટ કરીએ.
આત્મ સાધનામાં યુદ્ધ દેહની સાથે નહીં, ઇન્દ્રિયોની સાથે નહીં પણ વિકારોની સાથે કરવાનું છે. આંતરિક દોષોની સાથે કરવાનું છે. સમ્યગદર્શનના અભાવમાં આ કઠોરતમ તપ પણ બાલતા થઈ જાય છે. આવી તપસ્યાઓથી મનુષ્યની પ્રસિદ્ધિ, પૂજા, પ્રતિષ્ઠા ચોક્કસ વધે છે. સ્વર્ગ પણ મળી જાય છે. પરંતુ કર્મક્ષયરૂપી મોક્ષ નથી મળતો. કેમ કે સમ્યગદર્શનનો (વિવેક) અભાવ છે.
૨૪૬
સમકિત