________________
ટીકામાં જણાવ્યો છે. પરંતુ ટીકાકારે તેનું ખંડન પણ કર્યુ છે. “શ્રી પંચાશક ગ્રંથના'' ત્રીજા પંચાશકના ત્રીજા શ્લોકમાં પણ આ જ બીજો મત જણાવવામાં આવ્યો છે.
મહોપાધ્યાય યશોવિજયગણિજી પોતાની ‘દ્વાત્રિંશદ-દ્વાત્રિંશિકા’’ની ૧૪મી બત્રીસીના ૨થી ૪ શ્લોકમાં બન્ને મતોનો સમન્વય કરતાં જણાવે છે કે માભિમુખ અને માર્ગપતિત એ બે અવસ્થાઓ અપુનર્બંધક ભાવની પ્રાપ્તિ થતાં પહેલાં પ્રાપ્ત થનારી માનીને અપુનર્બંધક ભાવથી પૃથક્ માને છે. તેમના મતે પણ એટલું તો સમજવું જોઈએ કે એ અવસ્થાઓ પણ ધર્મના અધિકારની કોટિમાં જ છે. કેમ કે એનાથી જ આગળ ઉપર અપુનર્બંધકભાવ પ્રાપ્ત થવાનો છે.
(ચિત્ર-૧)
૧૧૦
સમકિત