________________
કે શુદ્ધ સાધનાનું મૂલ સભ્યષ્ટિછે. જયાં દૃષ્ટિ સમ્યક્ હોય છે. ત્યાં પ્રજ્ઞા પણ સ્થિર હોય છે. બુદ્ધિ પણ નિશ્ચયાત્મિકા હોય છે. સમ્યગ્દર્શન વગર બુધ્ધિનો વિપર્યય નાશ પામતો નથી. પ્રજ્ઞા સ્થિર નથી હોતી અને મનની વાસના છૂટતી નથી. માટે ભગવાન મહાવીર કહે છે. ‘ધમો યુદ્ધમ્સ વિß ।'
સાધના શરૂ કરતા પહેલાં મનના સંસ્કાર શુદ્ધ કરો, દષ્ટિ શુદ્ધ કરો, પ્રજ્ઞા અને પ્રતીતિ સ્થિર અને સુદૃઢ બનાવો, આત્માનું લક્ષ નિશ્ચિત કરો કેમ કે શુદ્ધ માનસમાં જ ધર્મ સ્થિર રહી શકે છે. ગંદા કપડાને જો રંગ કરવાનો હોય તો તેને પહેલા સાફ કરવામાં આવે છે. જો સાફ ન કરે તો નવો રંગ બરાબર લાગતો નથી. સમય અને શ્રમ પણ વ્યર્થ જાય છે. આવી રીતે આધ્યાત્મિક સાધના કરતા પહેલા હૃદયભૂમિ શુદ્ધ કરી લેવી આવશ્યક છે. હૃદયભૂમિ શુદ્ધ કરવા માટે પોતાના હૃદયરૂપી વસ્રને સાધનાના રંગમાં રંગતા પહેલાં વિશુદ્ધ દૃષ્ટિરૂપી-સાબુમાં ધોઇને ઉજ્જવળ બનાવી દેવું જોઈએ.
નિષ્કર્ષ આ છે કે જયારે સંસ્કાર શુદ્ધ થાય છે ત્યારે અહિંસા, સત્ય આદિ ધર્મ સાધનાની તરફ રુચિ જાગૃત થાય છે. તાવવાળી વ્યક્તિને મધુર ૨સ આપવામાં આવે તો કડવો લાગે છે. તેને તાવ ન ઊતરે ત્યાં સુધી ભોજનમાં રુચિ થતી નથી તેવી રીતે મિથ્યાત્વરૂપી જવર (તાવ)થી પીડિત વ્યક્તિને પણ ધર્મોપદેશ, તત્ત્વજ્ઞાન વગેરેનો ગમે તેટલો મધુર રસ પિવડાવવામાં આવે તો પણ તે ૨સને કડવો કહીને અરુચિ પ્રગટ કરશે. આધ્યાત્મિક ભોજન તેને રુચિકર લાગશે નહીં. મિથ્યાત્વનો તાવ જયારે શાંત થાય છે સમ્યગ્દર્શનરૂપી ઔષધ મળવાથી, ત્યારે તત્ત્વજ્ઞાન, ધર્મોપદેશ, આત્મસ્વરૂપના પ્રતિ યથાર્થ રુચિ જાગે છે. સમ્યગ્દર્શનના આવવા માત્રથી જ ભય, પ્રલોભન, દંભ, દેખાવ, પ્રદર્શન આદિ વિકાર દૂર થાય છે. અને તે જ સાધના શુદ્ધ કહેવાય છે, કર્મબન્ધક શુભાશુભ ભાવોથી રહિત અને સમ્યક્ કહેવાય છે. માટે સમ્યગ્દર્શન શુદ્ધ આધ્યાત્મિક સાધનાનું મૂળ છે.
આધ્યાત્મિક શક્તિનો મૂળ નિયંતાઃ સમ્યગ્દર્શન
સંસારમાં શક્તિ બે પ્રકારની છે. ૧. ભૌતિક શક્તિ ૨. આધ્યાત્મિક શક્તિ. ભૌતિક શક્તિનું ક્ષેત્ર બાહ્યા જગત છે. ભૌતિકશક્તિઓથી બાહ્નાજગતનો જેટલો વિકાસ થાય છે, જેટલું ઇન્દ્રિયસુખ મળે છે, તેટલી જ ત્રાસ,વિનાશ અને સંકટની સંભાવના રહે છે. આજે આપણે જોઈએ તો વિશ્વના મોટા રાષ્ટ્રો પોતાની વિશાળ ભૌતિક શક્તિના ઉન્માદથી બીજા રાષ્ટ્રને કચડે છે અને પોતાને અધીન બનાવવાનો પ્રયત્ન કરે છે. માટે ભૌતિકશક્તિના પ્રવાહ પર આધ્યાત્મિક શક્તિનો અંકુશ હોવો જોઈએ. સંસારમાં કેટલીક મહાશક્તિઓ પણ આવી, તેમણે
સમકિત
૨૬૪