________________
(૨) રસઘાત - જીવ દ્વારા ગ્રહણ કરાયેલા કાર્યણ સ્કંધોમાં “કષાયયુક્ત લેશ્યાજન્ય” અધ્યવસાય દ્વારા જૂનાધિક પ્રમાણમાં શુભાશુભ ફળ આપવાની શક્તિ ઉત્પન્ન કરાય તેને “રસ' કહેવાય છે. અને અશુભપ્રકૃતિના રસનો અપર્વતનાકરણથી નાશ કરવો તે “રસઘાત” કહેવાય છે. સત્તામાં (અહીં ખાસ ધ્યાન રાખવું કે અશુભ કર્મ પ્રકૃતિની જે નિષેકરચના છે તેમાંથી ઉદયાવલિકાગત કર્માણમાં રસનો ઘાત થતો નથી પણ તેના પછીના જે ઉદયમાં આવવાના છે તેમાં રહેલા કર્માણમાં રસનો ઘાત થાય છે.) રહેલી અશુભકર્મપ્રકૃતિના પ્રત્યેક કર્માણમાં સર્વજીવરાશિથી અનંતગુણ રસ હોય છે. તેના અનંતાભાગ કરીને તેમાંથી એક ભાગ જેટલો રસ રાખીને બાકીના સર્વે રસનો અંતર્મુહૂર્તકાળમાં નાશ કરવો તે “પ્રથમ રસઘાત” કહેવાય છે. ત્યાર પછી રસઘાત કરતી વખતે જે એક ભાગ જેટલો રસ બાકી રાખ્યો હતો તેના અનંતભાગ કરીને તેમાંથી એક ભાગ જેટલો રસ બાકી રાખીને બાકીના સર્વે રસનો અંતર્મુહૂર્ત કાળમાં નાશ કરવો તે “બીજો રસઘાત” કહેવાય છે.
અસકલ્પનાથી (દાખલા તરીકે) સર્વજીવરાશિથી અનંતગુણ રસાણ = ૧ લાખ રસાણુ સમજીએ. અનંતાભાગો = ૧૦૦ ભાગ સમજીએ. હવે ધારો કે ઉદયાવલિકાનૂન (ઉદયમાં નથી આવેલા એવા) અંતઃક્રોડાકોડી સાગરોપમ = ૧૩થી ૯૮ સમયની સત્તાગત સ્થિતિમાં રહેલ દરેક કર્માણમાં ૧ લાખ રસાણ હોય છે. તેમાંથી એકેક હજાર રસાણનો એકેક ભાગ કરવાથી અનંતના ૧૦૦ ભાગ થાય છે. તેમાંથી ૧ ભાગ = ૧૦૦૦ રસાણુ રાખીને ૯૯ ભાગ = ૯૯૦૦૦ રસાણનો અંતર્મુહૂર્તમાં નાશ કરવો તેને “પ્રથમ રસઘાત કહેવાય છે. ત્યાર પછી પ્રથમરસઘાત વખતે જે ૧ ભાગ = ૧૦૦૦ રસાણ રાખ્યા હતા તેમાંથી દસ દસ રસાણનો એકેક ભાગ કરવાથી અનંત = ૧૦૦ ભાગ થાય છે. તેમાંથી એક ભાગ = ૧૦ રસાણ બાકી રાખીને, બાકીના ૯૯ ભાગ = ૯૯૦ રસાણનો અંતર્મુહૂર્તમાં નાશ કરવો તે “બીજો રસઘાત” કહેવાય છે.
અહીં અસકલ્પનાથી (દાખલામાં) બે જ રસઘાત બતાવ્યા છે. પણ અહીં પણ હકીકતમાં એક સ્થિતિઘાત પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો હજારો રસઘાત થઈ જાય છે.
(નોંધઃ સ્થિતિઘાતના અંતર્મુહૂર્ત કરતાં રસઘાતનું અંતર્મુહૂર્ત ઘણું નાનું હોય છે. માટે એક સ્થિ તિઘાત પૂરો થાય ત્યાં સુધીમાં હજારો રસઘાત થઈ જાય છે.)
(ચિત્ર-૪) સમકિત
૧ ૨૧