________________
આ ભવાભિનંદી જીવોનાં આઠ લક્ષણ હોય છે.
"क्षुदो लोभरतिदीनो मत्सरी भयवान् शठ: । अज्ञो भवाभिनंदी स्थानिष्फलारम्भ सड़गत ||" -ગુણસ્થાનક મોક્ષના સોપાન; ગાથા ૨ (વિષય) (પાનું ૪૫, લેખકઃ ડૉ. કેતકી શાહ, પ્રકાશકઃ દરિયાપુરી જૈન સમિતિ, (નવરંગપુરા, અમદાવાદ, (ગુજરાત) વર્ષ ૨૦૧૦)
અર્થ - (૧) શુદ્ર (૨) લોભરતિવાળો (૩) દીન (૪) મત્સરી (૫) ભયભીત (૬) શઠ (લુચ્ચો) (૭) અજ્ઞાની (૮) નિષ્ફળ આરંભ કરનારો ભવાભિનંદી હોય છે.
આમ પાંચ ઈન્દ્રિયના વિષયસુખોમાં રત સંસાર અભિનંદનારો, સંસારને પ્રશંસનારો-વખાણનારો, સંસારમાં રચ્યોપચ્યો રહેનારો, મોહમૂઢ, ભવાભિનંદી ખૂબ જ મૂર્ખ અને મૂઢ હોય છે.
અચરમાવર્ત કાળમાં વર્તતા જીવોને મુક્તિનો આશય જ હોતો નથી. જેમ પેટમાં મલ-દોષ હોય ત્યારે સારામાં સારું પકવાન પણ અરુચિકર લાગે છે. તેમ એ જીવમાં સહજ ભાવમલનું એવું જોર હોય છે કે તેમને મુક્તિની ઈચ્છા જ જાગતી નથી. સહજ ભાવ-મલ એટલે અનાદિકાળનું રાગ-દ્વેષ પરિણામ.
છેલ્લા પુદ્ગલ પરાવર્તન કાળમાં જીવનું લક્ષણ અચરમાવર્તકાળથી જ્યારે ભાવ-મલથી ભરેલો જીવ ચરમપુદ્ગલપરાવર્તન કાળમાં આવે છે ત્યારે આ સહજ ભાવ-મલના નાશ માટે આચાર્ય હરિભદ્રસૂરિજીએ યોગદૃષ્ટિસમુચ્ચયમાં ત્રણ કાર્યલિંગો બતાવ્યા છે.
"दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च ।
રિત્યાત્સિવ વૈવ, સર્વવવશેષતઃ II રૂર છે” - યોગદષ્ટિ સમુચ્ચય; ગાથા ૩૨ (પાનું ૧૪૬, લેખકઃ આચાર્ય હરિભદ્રસૂરી, પ્રકાશકઃ જૈન ધર્મ ટ્રસ્ટ, સુરત, (ગુજરાત) વર્ષ ૨૦૦૦)
અર્થ - દુઃખી પ્રત્યે અત્યંત દયા, ગુણવંતો પ્રત્યે અષ, અને સર્વત્ર જ ઉચિત કાર્યનું સેવનઆમ આ છેલ્લા પુદ્ગલ પરાવર્તન કાળનું લક્ષણ છે.
સમકિત
૧૦૫