________________
(૩) સંશિત્વઃ જે દ્રવ્ય મનવાળો જીવ છે તે સંજ્ઞિ કહેવાય છે. તે મનવાળો જીવ જ શિક્ષા, વાતચીત, ઉપદેશને ગ્રહણ કરવામાં નિપુણ હોય છે જે હેય, ઉપાદેય તથા હિતાહિતનો વિચાર નથી કરી શકતો તે દ્રવ્યમન વગરનો અસંજ્ઞી જીવ કહેવાય છે.
ચાર ગતિમાં જે સંજ્ઞી જીવો છે જેની છ એ પર્યાયિઓ પૂર્ણ થઈ ગઈ છે. તેવા જ મિથ્યાદૃષ્ટિ જીવને સમ્યગદર્શન પ્રાપ્ત થઈ શકે છે. આવા જ જીવો વિશુદ્ધ અને સાકાર ઉપયોગવાળા હોય છે. જે જીવો અસંજ્ઞી છે, અપર્યાપ્તા છે, સંમૂર્છાિમ છે અને અતિ સંકલિષ્ટ પરિણામવાળા છે તેવા જીવોને સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થતું નથી. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અને વિશુદ્ધ પરિણામવાળો જીવ પણ જ્યારે તે દર્શન ઉપયોગવાળો હોય તે સમયે તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. કારણ કે દર્શન ઉપયોગમાં તત્ત્વવિચાર હોતા નથી. અને સમ્યગદર્શનના સમયે તત્ત્વવિચારની આવશક્યતા હોય છે. સમ્યગ્ગદર્શન જ્ઞાન ઉપયોગથી થાય છે. પછી તેનું ચિંતન કરવાથી થાય છે. આ જ કારણે કહેવાય છે કે જીવ
જ્યારે સૂતેલો હોય છે ત્યારે તેને સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ થતી નથી. સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારથી જાગૃત હોવું આવશ્યક છે.
નિષ્કર્ષ એ છે કે ચાર ગતિમાંથી કોઈપણ ગતિવાળો જીવ સમ્યગ્દર્શનનો અધિકારી બની શકે છે પણ જ્યારે તે (૧) ભવ્ય હોય (૨) સંજ્ઞી હોય (૩) પર્યાપ્તક હોય (૪) મંદકષાયી હોય (૫) વિશુદ્ધિયુક્ત હોય (૬) જાગૃત હોય (જાગતો હોય) (૭) જ્ઞાનોપયોગયુક્ત હોય (૮) શુભલેશ્યાવાળો હોય અને (૯) કરણલબ્ધિથી સંપન્ન હોય. આમ આ બધા બોલવાળો આત્મા જ સમ્યગદર્શનને અધિકારી બની શકે છે.
ટૂંકમાં સંસારમાં અનેક પ્રાણીઓ છે. પરંતુ બધા પ્રાણીઓને સમ્યગદર્શનની પ્રાપ્તિ થતી નથી.
કાળ આદિ લબ્ધિથી યુક્ત સંજ્ઞી પર્યાપ્તક, ભવ્યજીવ સમ્યગદર્શનના ઘાતક સાત કર્મપ્રકૃતિઓનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ રૂપ અંતરંગ કારણના હોવાથી નિસર્ગ અથવા અધિગમ તત્ત્વાર્થ શ્રદ્ધારૂપ સમ્યગ્રદર્શનને ઉપલબ્ધ કરે છે. સમ્યગદર્શન પ્રાપ્ત કરીએ તે પહેલા
સમ્યગુદર્શનની પ્રાપ્તિ અને ઉત્પત્તિની પ્રક્રિયાને સમજવી ઘણી જરૂરી છે. અનાદિકાળથી આત્મા ઉપર કર્મોનું આવરણ પડેલું છે. કર્મોની મૂળ પ્રકૃતિ જ્ઞાનાવરણીય આદિ આઠ છે.
સમકિત
૯૯