________________
જ્યારે અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તમાંથી ઘણા સંખ્યાતા ભાગ ગયા પછી માત્ર એકસંખ્યાતમો ભાગ બાકી રહે છે ત્યારે જીવ “અંતકરણ” કરે છે.
અસત્કલ્પનાથી (દાખલા તરીકે)
અનિવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૧૦ સમય સમજવા (અહીં યથાપ્રવૃતાદિ-૩ કરણના અંતર્મુહૂર્ત એક સરખાં કહ્યાં છે. પણ વાસ્તવિક રીતે એ ત્રણે અંતર્મુહૂર્ત ઉત્તરોત્તર નાનાં છે એમ સમજવું.)
અનિવૃત્તિકરણના ઘણા સંખ્યાતા ભાગ = ૬ સમય સમજવા.
એક સંખ્યાતમો ભાગ = ૪ સમય સમજવા.
ઉદયાવલિકા = ૨ સમય સમજવા.
અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તમાંથી ઘણા સંખ્યાના ભાગ = ૬ સમય ગયા પછી એક સંખ્યાતમો ભાગ = ૪ સમય બાકી રહે, ત્યારે જીવ અંતરકરણની ક્રિયા શરૂ કરે છે.
(ચિત્ર-૯)
સમકિત
૧ ૩૧