________________
સ્પર્શ થતાં જ સમ્યજ્ઞાન થઈ જાય છે. પોતાના અને બીજાના માટે આધ્યાત્મિક ઉત્થાનનું કારણ બની ગયું. સમ્યગ્દર્શનના સ્પર્શથી તેમની દૃષ્ટિ અધોમુખી ન રહીને ઉર્ધ્વમુખી બની ગઇ. અને તે ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ ભગવાન મહાવીરના સંઘના પ્રથમ ગણધર બની ગયા. આ બધો પ્રભાવ સમ્યગ્ગદર્શનના સ્પર્શનો છે. તે વાત આપણને આ દૃષ્યતથી સમજાય છે.
તાત્પર્ય એ છે કે ઇન્દ્રભૂતિ ગૌતમને ત્રિપદીનો બોધ થતાંની સાથે જ તે ભગવાનની વાણીને દ્વાદશાંગીરૂપ બનાવી. આ સમ્યગદર્શનનો પ્રભાવ છે. જ્યાં દષ્ટિ સમ્યક્ થઈ જાય છે. ત્યાં બધી વસ્તુઓ સાચી અને સીધી દેખાવા લાગે છે, જે વસ્તુઓ પહેલા અટપટી લાગતી હતી. જ્ઞાનને સમ્યક બનાવવાની શક્તિ સમ્યગ્રદર્શનમાં જ છે.
ચાર આરાધનાઓમાં સમ્યગ્રદર્શનની આરાધના જ પ્રમુખ
જૈન શાસ્ત્રમાં ચાર પ્રકારની આરાધના બતાવી છે.
૧) દર્શન આરાધના ૨) જ્ઞાન આરાધના ૩) ચારિત્ર આરાધના અને ૪) તપ આરાધના આ ચાર આરાધનાઓમાં સર્વ પ્રથમ આરાધના સમ્યગ્દર્શનની છે. ત્યારે આરાધના મોક્ષ સાધનામાં સમાન છે. તો પણ સમ્યગ્રદર્શનની આરાધનાને મુખ્યતા અથવા પ્રધાનતા એટલા માટે આપવામાં આવી છે કે સમ્યગદર્શન વગર (સાચી શ્રદ્ધા વગરના) જ્ઞાન, ચારિત્ર કે તપની આરાધના ક્યારેય મોક્ષના અંગ ન બનીને સંસાર વૃદ્ધિનું કારણ બને છે. તેનાથી વિપરીત સાચી શ્રદ્ધાની સાથે થયેલી જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના સંસાર વિનાશક મોક્ષનું અંગ બને છે. માટે સમ્યગદર્શન આરાધનામાં પ્રથમ છે.
સમ્યગદર્શનથી જ્ઞાન, ચારિત્ર, અને તપ ઉજ્જવળ થાય છે. વિશુદ્ધ થાય છે. વાસ્તવમાં જોઈએ તો જ્ઞાન, ચારિત્ર અને તપ આ ત્રણે ગુણોને ઉજ્જવલ અને વિશુદ્ધ કરવાવાળી પ્રધાન આરાધના સમ્યગદર્શન છે. તે ત્રણ આરાધના સમ્યગદર્શનની હાજરીમાં જ આરાધક પદને પ્રાપ્ત કરે છે. આ જ વાત ભગવતી આરાધનામાં કરી છે.
"णगरस्स जह दुवारं मुहस्सचक्खू तरुस्स जह मूलं । ત૬ ના સુસમાં IT-RUT-તવાપt ' - ભગવતી આરાધના; ગાથા ૩.૭૩૫ (પાનું ૪૬૫, લેખકઃ આચાર્ય શિવાર્ય, પ્રકાશકઃ જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર (મહારાષ્ટ્ર), વર્ષ ૧૯૭૮) સમકિત
૨૪૯