________________
અંતરકરણ અંતર ખાલી જગ્યા
કરણ = ક્રિયા
=
જીવ અનિવૃત્તિકરણના એક સંખ્યાતમા ભાગ (અંતર્મુહૂર્ત) = ૪ સમય પ્રમાણ સ્થિતિની ઉપર અંતર્મુહૂર્ત = ૧૦ સમય છે એમાં નિષેકમાં રહેલા મિથ્યાત્વના દલિકને ઉપાડીને સમય “નીચેની’’ અને ‘“ઉપરની’” સ્થિતિમાં નાખીને તેટલા નિષેકને મિથ્યાત્વના દલિક વિનાના કરવાની જે ક્રિયા કરી રહ્યો છે તે અંતરકરણ કહેવાય છે.
આ વખતે જીવ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિમાં રહેલા ઉદયાવલિકાની ઉપરના નિષેકમાંથી કેટલાક દલિકોને ખેંચીને ઉદયાવલિકામાં નાંખી રહ્યો છે. તેને “ઉદીરણા'' કહેવાય છે.
તેમજ બીજી સ્થિતિમાં રહેલાં કર્મદલિકમાંથી કેટલાક દલિકને ઉદીરણાકરણથી ખેંચીને નીચે ઉદયાવલિકામાં નાંખી રહ્યો છે આને આગાલ’’ કહેવાય છે.
જે સમયે અંતરક૨ણ આંતરૂ પાડવાની ક્રિયા પૂર્ણ થાય છે. (અન્તરરળતે સતિ તસ્ય कर्मणः स्थितिद्वयं भवति)
=
તે સમયે મિથ્યાત્વમોહનીય કર્મની સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં નીચેના ભાગને ‘પ્રથમસ્થિતિ’” અથવા “નીચેનીસ્થિતિ’” કહેવાય છે. અને ઉપરના ભાગને “દ્વિતીયસ્થિતિ’’ અથવા “ઉપરની સ્થિતિ’” કહેવાય છે.
(ચિત્ર-૧૦)
સમકિત
૧૩૩