________________
આ ગુણસ્થાનક એક ભવમાં જઘન્ય એકવાર ઉત્કૃષ્ટ ચાર વાર આવે છે. અને ઘણા ભવની અપેક્ષાથી જઘન્ય બે વાર અને ઉત્કૃષ્ટ નવ વાર આવે છે.
અહીંથી જીવ જઘન્ય તે જ ભવ, ઉત્કૃષ્ટ ત્રીજા ભવે મોક્ષે જાય છે.
પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ભવ્ય જીવો જે અપૂર્વકરણ કરે છે તે અપૂર્વક૨ણમાં ગ્રંથિભેદ કરે છે અને તેનું ફળ તેને સમ્યગ્દર્શન મળે છે. તે દર્શનમોહનીયના કર્મનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરે છે.
અને અહીં આઠમા ગુણસ્થાનકે બીજું અપૂર્વકરણ કરે છે જે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કે ઉપશમ માટે કરે, અને તેનું ફળ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
આ જીવ જઘન્ય તે જ ભવે મોક્ષે જાય અને ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય.
૯) અનિવૃત્તિબાદર સંપરાય કષાય ગુણસ્થાનકઃ જે ગુણસ્થાનકમાં સમ સમયવર્તી જીવોનાં પરિણામમાં સમાનતા હોય તથા બાદર સંજવલન કષાયનો ઉદય હોય તેને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહે છે.
નિવૃત્તિ = વિશુદ્ધિમાં તરતમતા.
અનિવૃત્તિ = વિશુદ્ધિમાં તરતમતા ન હોવી.
અનિવૃત્તિમાં સમાનકાળે (એક જ સમયે) રહેલા સર્વજીવોના અધ્યાવસાયમાં વિશુદ્ધિની તરતમતા હોતી નથી. તેથી તેને અનિવૃત્તિકરણ કહે છે.
બાદર = સ્થૂળ સંપરાય = કષાયોદય
દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની અપેક્ષાએ અનિવૃત્તિણમાં રહેલા જીવો સ્થૂળ કષાયોદયવાળા હોય છે. તેથી અનિવૃતિકરણમાં રહેલા જીવોનું જે ગુણસ્થાનક હોય છે તેને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહે છે. તેમાં પૂર્વે કહ્યા મુજબ સ્થિતિઘાતાદિ પાંચે અપૂર્વ કાર્ય ચાલુ હોય છે.
પ્રકૃતિઃ ક્ષપક શ્રેણીવાળા સંજ્વલનના લોભ સિવાયની હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંચ્છા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, સંજ્વલન ક્રોધ, સંજ્વલન માયા, સંજ્વલન માયા, એ ૧૨ અને પૂર્વેની ૧૫-એમ કુલ મોહનીય કર્મની ૨૭ પ્રકૃત્તિઓનો ક્ષય કરે છે. ઉપશમ શ્રેણીવાળાએ ૨૭ પ્રકૃતિનો ઉપશમ કરે.
૩૦૨
સમકિત