________________
સંજવલનનો લોભ-જે મોહનીય કર્મની એક માત્ર પ્રકૃતિ રહી છે. જે લોભ પણ અત્યંત કુશ બની ગયો છે. અંશ માત્ર બાદર સંપરાય ક્રિયા રહી છે, સર્વથા પ્રકારે નિવર્તો નથી માટે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહેવાય છે.
ગુણઃ જીવાદિ નવ તત્ત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નવકારશીથી છ માસી સુધીનું તપ નિર્વિકાર, અમાયી, વિષય નિર્વાંછાપણે (અનાસક્તપણે) જાણે, શ્રદ્ધે, પ્રરૂપે તથા શક્તિ પ્રમાણે પાલન કરે.
આ ગુણસ્થાનક એક ભવમાં જઘન્ય એક વાર, ઉત્કૃષ્ટ ચાર વાર આવે. ઘણા ભવમાં જઘન્ય એક વાર, ઉત્કૃષ્ટ નવ વાર આવે. તે જીવ જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય.
જ
ગતિઃ શ્રેણીમાં કાળ કરે તો પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય.
૧૦) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકઃ જેમાં માત્ર સંજ્વલનના લોભ કષાયનો સૂક્ષ્મ ઉદય (વિપાકોદય) હોય છે તેને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક કહે છે, જ્યાં સૂક્ષ્મ, થોડીક પાતળી સંપરાય (કષાય) ક્રિયા રહી છે.
પ્રકૃતિઃ સંજ્વલનના લોભ સિવાયની મોહનીય કર્મની ૨૭ પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ પૂર્વે થયેલ હોય છે.
જે જીવ ક્ષય કરતો હોય તે દશમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકે જાય છે. જે જીવ ક્ષય કરતો હોય તે ક્ષપક શ્રેણીમાં હોય છે તેથી ઉપશમ શ્રેણીના અગિયારમાં ગુણસ્થાનકે જતો નથી.
ગુણઃ જીવાદિ નવ તત્ત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી, ભાવથી, નવકારશીથી છ માસી સુધીનું તપ, નિરાભિલાષ, અવેદકપણે જાણે, શ્રદ્ધે, પ્રરૂપે તથા શક્તિ પ્રમાણે પાલન કરે છે.
એક ભવમાં જઘન્ય એક વાર, ઉત્કૃષ્ટ ચાર આવે છે. ઘણા ભવમાં જઘન્ય બે વાર, ઉત્કૃષ્ટ નવ વાર આવે.
તે જીવ જઘન્ય તે જ ભવે મોક્ષે જાય, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય.
જ
ગતિઃ શ્રેણીમાં કાળ કરે તો પાંત અનુત્તર વિમાનમાં ઊપજે.
૧૧) ઉપશાંત મોહનીય (વીતરાગ છદ્મસ્થ) ગુણસ્થાનકઃ ઉપશાંત એટલે રાખ વડે ઢાંકેલ અગ્નિની
સમકિત
303