________________
કવિવર્ય પ્રવચન પ્રભાવક પરમ પૂજ્ય અપૂર્વમુનિજી મ.સા.ના પણ અમે વિસલપુર ગામ પાસે ચાર્ટડ ફાર્મ હાઉસમાં દર્શનાર્થે ગયા. સામાયિક કરી સમકિતનું મહત્ત્વ સમજ્યા. પૂજ્યશ્રીએ સમકિત ઉપરનું લખાણ પણ મને આપ્યું. જે લખાણ ખૂબ અસરકારક હતું. તેમનો પણ હું ખૂબ જ ઋણી છું.
સમતા વિભૂતિ આચાર્ય નાનેશના સમુદાયના આચાર્ય ગુરુભગવંત પરમપૂજ્ય વિજયરાજજીના આજ્ઞાનુવર્તિ મુનિશ્રેષ્ઠ પરમપૂજ્ય પ્રેમમુનિજી મ.સા. પાસે અમદાવાદ તથા સુરત અવારનવાર મળવા જવાનું થયું. પૂજ્ય જીતેશમુનિજી મ.સા., તેઓએ મને વધારે સમય આપી સમકિતને અલગ અલગ રીતે સમજાવી મારામાં જ્ઞાનવૃદ્ધિ કરી. આજના સમાજની સમસ્યા અને ચાલતા પ્રશ્નોમાં સમકિત કયાં ઉપયોગી થઈ શકે છે. તે અગત્યના પોઈન્ટ ઉપર ચર્ચા કરી. પરમપૂજ્ય મૂકેશમુનિજી મ.સા.નો પણ મને સહકાર મળ્યો છે. સર્વે ગુરુભગવંતોનો હું ઋણી છું.
જૈનસાહિત્યના જાણકાર શ્રી રાજુભાઈ એમ. શાહનો પણ આ કાર્યમાં સહયોગ ખૂબ સારો રહ્યો છે. હું જ્યારે વાંચનમાં અટકતો કે મને જ્યારે કોઈ વસ્તુ ન સમજાય ત્યારે અવારનવાર ઈન્ડિયા ફોન કરી શ્રી રાજુભાઈના કોન્ટેકમાં સતત રહી મારા સવાલો કલીયર કરતો ગયો જેથી આગળ વધી શકયો નહીંતર યુરોપમાં રહી આવું કામ આટલા ટૂંક સમયમાં શક્ય ન બનત માટે શ્રી રાજુભાઈનો પણ આભાર માનું છું.
આ તકે ગાઈડ પ્રોફેસર ડૉ. દીનાનાથ શર્મા પાસેથી મને થીસિસની ઈન્ડેક્સ, મેટર અને સ્ટ્રકચરનું સંપૂર્ણ માર્ગદર્શન મળ્યું છે. તેમનો પણ હું ખૂબ જ આભાર માનું છું.
Ms. Iris Van Der Veken, Mr. Didier Backaert, Mrs. Ingrid Heivers 24h sil SaHELLES શાહનો આ કામ પૂરું કરવામાં સહયોગ મળ્યો છે. તેમનો આભાર માનું છું.
ડૉ. અમિતભાઈ બી. ભણસાળી
સમકિત