________________
કયારેય થયો નથી. તેના સ્વરૂપમાં પણ કંઇ ઓછું થયું નથી કે નથી તેનો કોઈ અંશ બન્યો કે બગડયો. તો પણ આજ સંસારી આત્મા દુઃખી દુઃખી છે.તેનું કારણ શું? આત્માને અનંતશક્તિ અને અજર, અમર માન્યા પછી કોઈ અભાવ ન રહેવો જોઈએ તો પણ આ આત્મા સાંસારિક, વિષય સુખોનો ભિખારી થઈને વસ્તુઓના અભાવમાં દુઃખી થઈને સદા કેમ ભટકે છે? તેનાં બે કારણ છે. (૧) પહેલું કારણ એ કે તેને આત્માની સત્તા, નિત્યતા, અજર, અમરતાનું જ્ઞાન નથી. (૨) બીજું કારણ એ છે કે તેને આત્માની અનંત શક્તિનું જ્ઞાન હોય તો પણ તેના ઉપર
વિશ્વાસ અને નિશ્ચય નથી.
આત્માની સત્તા કે અજરામરતાનું જ્ઞાન હોવું અને તેની અનંત શક્તિનું જ્ઞાન હોય તો પણ તેના ઉપર વિશ્વાસ હોવો તે બે વસ્તુમાં ફરક છે. આત્માની અમર સત્તાની પ્રતીતિ કે બોધ થઈ જાય પણ તેના ઉપર વિશ્વાસ ન બેસે તો તે શક્તિ હોવા છતાં પણ તે કંઇ જ કરી શકતો નથી. આત્માની અનંત શક્તિનો બોધ અને તેનો નિશ્ચયથી વિશ્વાસ કરવો તે જ હકીકતમાં સમ્યગદર્શનની દિવ્ય ઉપલબ્ધિ સમજવી જોઈએ. તીર્થકર, ગુરુ અને શાસ્ત્ર, વિસ્મૃત આત્માને તેની અનંતશક્તિનું ભાન, સ્મરણ, નિશ્ચય અને બોધ કરાવી આપે છે. જેવી રીતે પ્રકાશ રહિત દીપકને એકવાર પ્રકાશનો સ્પર્શ કરાવવા માત્રથી જ તે સ્વયં પ્રકાશિત થઈ જાય છે. તેવી રીતે દેવ, ગુરુ, શાસ્ત્ર પણ ઇન્દ્રિય વિષય ભોગોમાં આસક્ત આત્માને તેના આંતરિક દિવ્ય સ્વભાવથી તેની જ સ્વશક્તિઓનો સ્પર્શ કરાવવાનો પ્રયત્ન કરે છે, ભક્તિની ભાષામાં તેને જ પ્રભુની કૃપા, ગુરુનો અનુગ્રહ અને શાસ્ત્ર નિમિત્ત બન્યા સમ્યગ્રદર્શનની પ્રાપ્તિમાં તેવું કહી શકાય છે.
કોઈ વ્યક્તિને સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થઈ ગયું છે તેની અનુભૂતિ અને નિશ્ચય કેવી રીતે ખબર પડે છે? આ વિચારણીય પ્રશ્ન છે કેમ કે સમ્યગદર્શન સ્વયં પોતે પોતાને જાણી શકતું નથી અને જોઈ શકતું નથી.
સમ્યગદર્શનની અનુભૂતિ થવી જોઈએ. પરંતુ આ અનુભૂતિનું કામ છે જ્ઞાનનું, સમ્યગદર્શન ખુદ પોતાને જોઈ શકતું નથી. જ્ઞાનના માધ્યમથી જ ખબર પડી શકે કે સમ્યગદર્શન છે કે નહિ.
સમકિત