________________
માની લો કે એક વ્યકિત બહારથી ઘરે પાછો ફરે છે, ઘરમાં અંધારું છે. ઘરમાં કંઈપણ નજ૨ આવતું નથી. ઘરમાં વસ્તુઓ તો ઘણી પડી છે. પરંતુ અંધારાના કારણે ખબર પડતી નથી. બધી વસ્તુઓ અંધારામાં ડૂબી ગઈ છે. પણ તે વ્યકિત લાઈટ કરે છે. આખા ઘરમાં પ્રકાશ થઈ જાય છે. અંધારું તે ઘરમાંથી બિલકુલ ગાયબ થઈ જાય છે. ખાલી અંધારું ગાયબ થયું તેવું નથી પરંતુ ઘરમાં જે વસ્તુઓ હતી તે દેખાવા લાગી. શું લાઈટે કોઈ નવી વસ્તુ ઉત્પન્ન કરી? ના, એવું તો નથી કર્યું પરંતુ જે કાંઈ પહેલાથી જ ઘરમાં પડયું હતું તેની પ્રતીતિ કરાવી આપી. આવી જ રીતે તીર્થંકરભગવાન, ગુરુ અને શાસ્ત્ર પણ જીવનમાં કોઈ નવું તત્ત્વ પેદા નથી કરી દેતા પણ જે મોહ અને અજ્ઞાનનું અંધારું છે. તેને દૂર કરવામાં સહાય કરે છે. સાધક પાસે જે છે જેમ કે અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને સુખનો ખજાનો છે, તે અનંત શકિતનું જ્ઞાન કરાવી આપે છે. તે શક્તિઓને જગાડવામાં નિમિત્ત બની શકે છે.
એક ગરીબ ભિખારી છે. જેની ઝૂંપડીની નીચે જમીનમાં અસંખ્ય રત્નરાશિ દટાયેલી પડી છે. કોઈ જયોતિષીએ તેને આ રત્નરાશી ખજાનાનું જ્ઞાન કરાવ્યું. તેને જ્ઞાન થયું. શું તે હવે ગરીબ કે ભિખારી રહી શકશે? ના, કદાપિ નહિ. હવે તો તેની દરિદ્રતા ધનવાનપણામાં બદલાઈ ગઈ. તે ભિખારી ન રહેતા દાતા બની ગયો. આ જ વાત સાધકના સબંધમાં કરી શકાય છે.
આત્મામાં અનંત-અનંત ગુણો ભરેલા છે. તેનુ જ્ઞાન ન હોવાથી આપણો આત્મા ઇન્દ્રિય સુખનો ભિખારી બની ગયો છે. સંસારમાં સુખ મેળવવાના બદલે દુઃખોના દલદલમાં વધારે ફસાતો જાય છે. આત્મામાં જ્ઞાન, દર્શન, સુખનો અક્ષય ભંડાર ભરેલો છે. તેનું જ્ઞાન ન હોવાથી આત્મા આજ નહિ અનંતકાળથી પોતાને દીન, હિન અને અનાથ સમજે છે. જે દિવસે તેને તે અનંત અક્ષય ભંડારની પ્રતીતિ થઈ જાય છે. તે દિવસે તેને પોતાના સ્વરૂપનો સમ્યક્બોધ થઈ જાય છે. મોહ, અજ્ઞાન અને મિથ્યાત્વનું અંધારું ભાગી જાય છે, સમ્યગ્દર્શનનો સૂર્ય ઊગે છે. આ જ સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ, પ્રાપ્તિ અથવા આર્વિભાવ છે.
શાશ્વત
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં જ આત્મા સ્પષ્ટ જાણતો થઈ જાય છે કે હું કેવળ આત્મા છું બીજુ કાંઇ નથી. મારામાં અપાર શક્તિ અને બળ છે, હું ચેતન છું, જડ નથી, છું, નિત્ય છું,ક્ષણભંગુર કે નાશવંત નથી, મારો કયારેય જન્મ થતો નથી કે મૃત્યુ થતું નથી, જન્મ-મરણ શરીરનાં છે. હું વસ્તુતઃ અજર, અમર, અવિનાશી, અનંત શકિતમાન આત્મા છું. આ પ્રકારનો બોધ જે અજ્ઞાત હતો તેની પ્રતીતિ થઈ. આ જ સાચા અર્થમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ છે.
આત્મા અનાદિકાળથી એક જેવો રહ્યો છે. તે આત્માથી અનાત્મા અથવા અનાત્માથી આત્મા સમકિત
૯૫