________________
આ ત્રણ ચીજ હોય તો જ ગ્રંથિભેદ થઈ શકે.
જે આ યુદ્ધમાં વિજયી થાય છે તેને સમ્યગ્દર્શનની ઉપલબ્ધિના પૂર્વે કઈ કઈ અવસ્થાઓમાંથી પાર થવું પડે છે તેનું સુંદર અને વ્યવસ્થિત આલેખન વિશેષાવશ્યકભાષ્ય, કર્મગ્રંથ, ગોમ્મટસાર, યોગશાસ્ત્ર, અને સ્થાનનંગ ટીકા આદિ ગ્રંથોમાં કર્યું છે.
(૧) ચથાપ્રવૃત્તિકરણઃ- આ કરણમાં કર્મોની દીર્ઘ સ્થિતિનો નાશ થાય છે. સંસારનું કોઈપણ સુખ જો આપણે સાવધ ન હોઈએ તો દુઃખનો જ ઉપાય છે. એટલે આ દુઃખથી છૂટવા માટે સંસારનું સુખ મેળવવાનો નહિ પણ મુક્તિ મેળવવાનો પુરુષાર્થ કરવો જોઈએ. આવું જ્યારે જીવની બુદ્ધિમાં બેસી જાય, ત્યારે જ એને ખરેખરો ધર્મનો મર્મ સમજાય છે અને તેની સાથે જ ‘‘શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ' શરૂ થાય છે અને આમાંથી જ અસંખ્ય ગુણ નિર્જરા થવા જેવી સ્થિતિ પેદા થાય છે.
જ્યારે મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની હોય છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની હોય છે. નામકર્મ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની અને આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હોય છે. આ બધા કર્મોમાંથી આયુષ્યકર્મને છોડી બાકીના સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટીને જ્યારે એક ક્રોડાક્રોડી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન જેટલી કરી નાખે છે ત્યારે આત્માની વીર્યશક્તિમાં સહજ ઉલ્લાસ પેદા થાય છે.
આ ઉલ્લાસવશ જે વિશિષ્ટ પરિણામ-કે ભાવને શાસ્ત્રીય ભાષામાં ‘યથાપ્રવૃત્તિકરણ'' કહેવાય છે. બીજી રીતે સમજીએ તો અનાદિકાળથી બંધાયેલા મિથ્યાત્વ કર્મનો ક્ષય કરવા માટેનો અધ્યવસાયવિશેષનું નામ ‘“યથાપ્રવૃત્તિકરણ’’ કહેવાય.
દિગંબર પરંપરામાં ‘“યથાપ્રવૃત્તિકરણ’”ની જગ્યા પર “અધપ્રવૃત્તિકરણ”નું નામ બતાવ્યું છે. (કર્મગ્રંથ અને વિશેષાવશ્યકભાષ્ય)
આ સ્થિતિને વર્ણવતા ‘શ્રી યોગદષ્ટિસમુચ્ચય''માં કહે છે.
"यथाप्रवृत्तिकरणे चरमेल्पमलवतः ।
आसन्नग्रंथिभेदस्य समस्तं जायते ह्यदं ॥ ३८ ॥"
- યોગદષ્ટિસમુચ્ચય; ગાથા ૩૮ (પાનું ૧૬૫, લેખકઃ આચાર્ય હરિભદ્રસૂરી, પ્રકાશકઃ જૈન ધર્મ ટ્રસ્ટ, સુરત, (ગુજરાત) વર્ષ ૨૦૦૦)
સમકિત
૧૧૩