________________
સરાગી જીવના સમ્યગ્દર્શનને સરાગ સમ્યગ્દર્શન કહેવાય છે અને વીતરાગી જીવના સમ્યગ્દર્શનને વીતરાગ સમ્યગ્દર્શન કહેવાય છે.
ઉપાસકાધ્યયનમાં આ બે પ્રકાર માટે બતાવ્યું છે કે –
“सराग- वीतरागात्मविषयत्वाद् द्विधा स्मृतम्”
– ઉપાસકાધ્યયન કલ્પ; ગાથા ૨૧.૨૨૭ (પાનું ૧૦૮, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશ, દિલ્હી, વર્ષ ૧૯૪૪)
સરાગ આત્મા અને વીતરાગ આત્માની અપેક્ષાથી સમ્યક્ત્વના સરાગ અને વીતરાગ એમ બે ભેદ બતાવ્યા છે.
હવે આપણે સરાગ અને વીતરાગ સમ્યગ્દર્શનના લક્ષણો સમજીએ. આચાર્ય અમિતગતિ સરાગ અને વીતરાગ સમ્યગ્દર્શનના લક્ષણ બતાવવા કહ્યું છે કે
“संवेग-प्रशमास्तिक्यकारुण्य व्यक्तलक्षणम् ।
सरागं पटुपभिज्ञेयमुपेक्षा लक्षणं परम् ॥”
-
- સમ્યગ્દર્શન; (પાનું ૩૧૬, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
પ્રશમ, સંવેગ, આસ્થા અને કરુણા આ પ્રગટ લક્ષણોવાળું સમ્યગ્દર્શન સરાગ અને તેનાથી વિપરીત એટલે વીતરાગતા એવા લક્ષણવાળું સમ્યગ્દર્શન હોવું એટલે વીતરાગ સમ્યગ્દર્શન સરાગના લક્ષણ તરીકે દેવ, ગુરુ અને ધર્મમાં શુભોપયોગરૂપ પ્રવૃત્તિ રાખવી એમ બતાવે છે. એટલે કે શુભરાગ. તો સમ્યગ્દર્શનને શુભરાગનું કારણ માનવું?
આનો જવાબ એ છે કે સમ્યગ્દર્શન એટલે વીતરાગ સમ્યગ્દર્શન થયા તેના પહેલાથી જ જીવમાં રાગ રહેલો હોય છે. સમ્યગ્દર્શન થવાથી પહેલા તો તે રહેલા રાગમાં ઘટાડો થાય છે. અને બીજી વાત એ છે કે તે રાગની દૃષ્ટિ બદલાય છે. પહેલા જ્યાં રાગ સ્ત્રી-પુત્ર આદિ તરફ હતો તે હવે આત્મવિકાસ માટે દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખવાનું એકરૂપ તરીકે થઈ જાય છે.
છેલ્લે તો આવા પ્રકારના સરાગ સમ્યગ્દર્શનમાંથી વીતરાગ સમ્યગ્દર્શન તરફ આવવાનું તો હોય જ છે.
સમકિત
૧૪૯