________________
આ ગુણસ્થાનકમાં પણ જેટલા જીવો હોય છે તે બધાની આધ્યાત્મિક સ્થિતિ એક જેવી નથી હોતી. કોઈ જીવ ઉપર મોહનો પ્રભાવ ગાઢ હોય છે તો કોઈ પર ઓછો અને કોઈના પર તો એકદમ ઓછો.
વિકાસ કરવો તે આત્માનો સ્વભાવ છે. જીવ પર જ્યારે જાણતા અજાણતા મોહનો પ્રભાવ ઓછો થાય છે ત્યારે તે તેના વિકાસના માર્ગ ઉપર કેટલીક અવસ્થાઓમાંથી પસાર થાય છે. જેમ કે અચરમાવર્તકાળ, ચરમાવર્તકાળ, અર્ધપુદગલ પરાવર્તન કાળ, પરિત સંસારી, અપુનઃબંધક, યોગદ્યષ્ટિવગેરે.
આપણે ઉપર અચરમાવર્તકાળ, ચરમાવર્તકાળ, અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ વગેરે સમજ્યા. હવે આપણે ક્રમથી તેના પછીની અવસ્થાઓ જાણીએ.
યોગદ્યષ્ટિ:
જ્યારે આત્માની ઉપર મિથ્યાત્વનું અંધારું છવાયેલું હોય છે ત્યાં સુધી આત્માની ગતિ અધ્યાત્મથી વિમુખ હોય છે. જેમ જેમ મિથ્યાત્વનો અંધકાર ઓછો થતો જાય છે તેમ તેમ આત્મામાં જુદો વળાંક આવે છે અને તેના વિચારોનો પ્રવાહ બદલાય છે. તેનો પ્રવાહ અધ્યાત્મ તરફ વળે છે.
આ પ્રકારના બદલાવના ક્રમને આચાર્ય હરિભદ્રસૂરિજી એ આઠ પ્રકારની દૃષ્ટિઓમાં બતાવ્યો છે. (૧) મિત્રા (૨) તારા (૩) બલા (૪) દીપ્રા (૫) સ્થિરા (૬) કાન્તા (૭) પ્રભા અને (૮) પરા
આ આઠ દૃષ્ટિઓમાં પહેલી ચાર અપુનઃબંધક મિથ્યાદર્શનની વિભિન્ન અવસ્થાઓ છે. પહેલી ચારેય દૃષ્ટિમાં મિથ્યાત્વ જ હોય છે અને સાચા જ્ઞાનનો અભાવ હોય છે. બાકીની ચારમાં સભ્યષ્ટિ, દેશિવરિત, સર્વવિરતિ આમ વિકસિત અવસ્થાઓ અને ક્ષપક શ્રેણીથી માંડીને નિર્વાણ સુધીની બધી જ અવસ્થાઓનો સમાવેશ થાય છે.
પહેલી ચારમાં મિથ્યાત્વષ્ટિ હોવા છતાં પણ યૌગિકદષ્ટિમાં કહેવાય છે. કારણ કે તે આત્માને સમ્યગ્દર્શનના સન્મુખ લાવવામાં સહાયક છે.
અપુનબંધકઃ
મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ ફરી ન થવો તેનું નામ ‘અપુનબંધક’ કહેવાય છે. સમકિત
૧૦૭