________________
तन्नाम्नाडपि वियन्ति यस्य वदते सद्दष्टिदेवी ह्यदि ॥" - અનગાર ધર્મામૃત અધ્યયન; ગાથા ૨.૬૬-૬૭ (પાનું ૧૬૨-૧૬ ૩, લેખકઃ પંડિત આશાધર, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વર્ષ ૧૯૪૪)
અર્થાત-જે આત્મા સમ્યગ્રદર્શનરૂપી બ્રહ્માનો આશ્રય લે છે તો તેના પુણ્યના ઉદયથી બાવળ જેવા કાંટાળા વૃક્ષ પણ કલ્પતરુ બની જાય છે. સામાન્ય પથ્થર પણ ચિંતામણિ રત્ન થઈ જાય છે. સાધારણ ગાય પણ કામધેનુ ગાય બની જાય છે. જે મહાન આત્માના હૃદયમાં સમ્યગ્દષ્ટિરૂપી દેવી છે. તેના માટે ભયંકર સિંહ પણ શિયાળના સમાન થઈ જાય છે. હાથી પણ સ્તંભની જેમ અચેતન થઈ જાય છે. આગ પાણી બની જાય છે. સર્પ પુષ્પમાળા બની જાય છે. સમુદ્ર સ્થળ થઈ જાય છે. સાંકળ મોતીની માળા બની જાય છે. ચોર તેનો દાસ બની જાય છે. વધારે શું કહેવું તે સમ્યગ્દષ્ટિરૂપી દેવીના પ્રભાવથી તેમના નામ માત્રના ઉચ્ચારણથી ગ્રહ, શાકિની (ભૂત-પ્રેત), વરાદિ રોગ અને શત્રુ આદિ વિકટ વિપત્તિઓ પણ નષ્ટ થઈ જાય છે. “રત્નકરંડકશ્રાવકાચારમાં” (૧-૩૯) બતાવ્યું છે કે
"अमरासुरनरपतिभिर्यधरपतिभिश्च नूतरुपादाम्भोजाः । दृष्टया सुनिश्चितार्था वृषचक्रधरा भवन्तिलोकशरण्याः ॥" - રત્નકરંડકશ્રાવકાચાર; ગાથા ૧.૩૯ (પાનું ૮૦, લેખકઃ આચાર્ય સમતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્ય પ્રદેશ, વર્ષ ૧૯૮૬, ૨જું સંસ્કરણ)
સમ્યગદર્શન દ્વારા દરેક પદાર્થોનો યથાર્થ નિર્ણય કરનારો આત્મા અમરપતિ (દેવેન્દ્ર), અસુરપતિ (અસુરેન્દ્ર), નરપતિ (નરેન્દ્ર) તેમજ સંયમિઓના ગણના પતિ (ગણધર) દ્વારા જેના ચરણકમળ વંદાય છે અને દરેક આત્માઓને શરણ આપવામાં ઉત્કૃષ્ટ તથા ધર્મચક્રના ધારક એવા તીર્થંકર બને છે. તીર્થકર પદવી સંસારના દરેક વૈભવ, પુણ્ય અને સમૃદ્ધિનું પ્રતિક સર્વોત્કૃષ્ટ પદ છે. જે સમ્યગ્દર્શનના પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થઈ શકે છે. આના સિવાય તેના પ્રભાવથી મનુષ્યલોક, દેવલોકમાં પણ સુખ, વૈભવ, યશ આદિ પ્રાપ્ત થઈ શકે છે. આ વાતનો ઉલ્લેખ અન્ય ગ્રંથોમાં બતાવ્યો છે. "ओजस्तेजो विद्यावीर्ययशोवृद्धि विजयविभवसनाथाः । महाकुला महार्था मानवतिलका भवन्ति दर्शनपूता ॥" - રત્નકરંડકશ્રાવકાચાર; ગાથા ૧.૩૬ (પાનું ૭૬, લેખકઃ આચાર્ય સમંતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬, ૨જું સંસ્કરણ) સમકિત
૨ ૩૧