________________
સમ્યગદર્શનના પ્રભાવથી આત્મા ભવનવાસી, બૅન્તરદેવ અને જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થતો નથી. તથા વૈમાનિક દેવોમાં પણ કિલ્વિષિક અને અભિયોગિક વગેરે નીચા દેવોમાં અને દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી સ્ત્રીઓમાં પણ ઉત્પન્ન થતો નથી.
જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ સંપૂર્ણ વીતરાગ થતો નથી ત્યાં સુધી તેનામાં સમાજ, રાષ્ટ્ર, વિશ્વ, જાતિ, ધર્મ, સંઘ આદિ પ્રત્યે પ્રશસ્ત રાગ-સ્નેહ, કરુણા, મૈત્રીભાવ, વાત્સલ્ય, પ્રમોદ, મધ્યસ્થ આદિ શુભ રાગનાં પરિણામ રહેતા હોય છે. અને એ વાત પણ નિશ્ચિત છે કે આવા પ્રશસ્ત અને શુભરાગનાં પરિણામ એવા જ આત્મામાં હોઈ શકે કે જેણે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અન સમ્યકત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ સાત પ્રકૃતિઓનો ક્ષયોપશમ કર્યો હોય. આવી સ્થિતિ સમ્યગદર્શન સમ્પન્ન આત્માને છમસ્થ અવસ્થામાં પુણ્યબંધનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય છે કે રાગ એ છોડવા યોગ્ય છે તો સમ્યગૃષ્ટિનો પ્રશસ્ત રાગ હોવો તે આધ્યાત્મિક રીતે યોગ્ય છે?
એનો ઉત્તર એ છે કે સમ્યગદર્શનીનું મુખ્ય લક્ષ્ય વીતરાગતા જ છે. અને તેની યાત્રા મોક્ષમાર્ગ ઉપર જ હોય છે. પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ વીતરાગતા આવતી નથી ત્યાં સુધી તેણે પોતાના મનને ક્યાંક તો લગાવવું પડે છે. જો એ શુભ વિકલ્પોની તરફ રહેશે નહીં તો અશુભ વિકલ્પોની તરફ જતા પોતાનો સર્વનાશ કરશે. તેથી અશુભ રાગથી બચવા શુભ રાગ તરફ દૃષ્ટિ હોવી તે હિતકારક છે. શુભરાગથી સમ્યગ્દષ્ટિનું પુણ્ય પ્રબળ થાય છે. તેથી ન ચાહતા પણ તેને અનુકૂળ પરિસ્થિતિ સુખ, વૈભવ, પદ વગેરે મળે છે. અને તેના આધારે એની આધ્યાત્મિક યાત્રા વધારે ઝડપથી આગળ વધે છે. અને વિપત્તિને સંપત્તિમાં બદલી આપે છે. આ પરિસ્થિ તિને સમજાવતા અનગાર ધર્મામૃત અધ્યયન ૨ શ્લોક ૬૬-૬૭માં બતાવ્યું છે કે –
વૃક્ષા: દલિતોપ ન્યતરવો પ્રવાપિ વિનામળિ:, पुण्याद् गौरपि कामधेनुरथवा तन्नास्ति नाभून्न वा । भाव्यं भव्यमिहांगिनां मृगयते यज्जातु तद भ्रूकुर्टि, सम्यग्दर्शनवेधसो यदि पदच्छायामुपार्च्छन्ति ते ॥ सिंहः फैरुरिभः स्तम्भोडग्निरुदकं भीष्मः फणी भूलता, पाथोधिः स्थलमन्दुको मणिसःश्चौरश्च दासौडजसा । तस्य स्याद् ग्रहशाकिनीगदरिपुप्रायाः पराश्चापदस्, ૨૩૦
સમકિત