________________
ઉપાસક અધ્યયન (કલ્પ ૨)માં બતાવ્યું છે કે
"महात्मागण सम्यकत्व को ही समस्त ऐहिक, पारलौकिक उन्नति वा मोक्ष का प्रथम कारण बताते है ।" । - સમ્યગદર્શન; (પાનું ૧૧૯, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧).
મનુષ્ય આજે ઘણી સમસ્યાઓમાં ફસાયેલો છે. પરિવારથી લઈને વિશ્વની અનેક સમસ્યા તેને રોજ સતાવે છે. તે આ બધી સમસ્યાનું સમાધાન બહાર શોધે છે. ઘણીવાર બહારથી તો સમસ્યાઓ જાણે હલ થઈ હોય તેમ લાગે છે. પણ મોટાભાગની સમસ્યાઓ ત્યાંની ત્યાં જ ઊભી હોય છે. પુણ્ય જ્યારે પ્રબળ ન હોય અને પાંગળું હોય ત્યારે ગમે તેવી મહેનત કરે તો પણ સમસ્યાઓ ઊભી જ રહે છે.
સમ્યગદર્શની આ બધી સમસ્યાઓના મૂળમાં જાય છે, જે કર્મોની નિર્જરા તરફ જ તેનું લક્ષ્ય હોય છે. તે સમસ્યાઓના નિમિત્ત તરફ ન જોતા તેના ઉપાદાન તરફ જ ધ્યાન રાખે છે. અને ઉપાદાનને જ શુદ્ધ કરવાની મહેનત કરે છે. આનાથી સમસ્યા તેની જાતે જ હલ થઈ જાય છે.
આ વાત એક દૃષ્યતથી સમજીએ એક મોટા વ્યાપારી કુટુંબમાં પિતા અને પુત્રને મોટો મતભેદ હતો. પિતા બહુ સાહસ કરતા નહીં. અને પુત્રને ધંધો વધારવા મોટું સાહસ કરવું તે જ જરૂરી લાગતું. આ વાતને લઈને રોજ બંને જણ ખૂબ દલીલો કરતા. ક્યારેક વાતાવરણ ઉગ્ર બને અને કલહ થતો. પુત્ર પિતાનું બે દિવસ સાંભળે અને પછી પાછો પોતાના મતને જ સાચો માનતો. આ કલેશથી ઘરે પણ વાતાવરણ બગડતું. પુત્ર કોઈપણ હિસાબે માને તેવું પિતાને લાગતું નહોતું. આ સમસ્યાનો ગંભીર વિચાર કરતા પિતા સમસ્યાના મૂળમાં ગયા. પુત્રના ઉપાદાન, યોગ્યતા, સ્વભાવ બરાબર તપાસતા એમ નિર્ણય કર્યો કે હવે આ માનશે નહીં. એની જીદ પૂરી નહીં થાય ત્યાં સુધી આ કલેશવાળું વાતાવરણ ટળવાનું નથી. આ નિર્ણયથી તેમણે પુત્રને ધંધામાં મર્યાદિત સાહસ કરવાની છૂટ આપી. તેમને આ નિર્ણયમાં બે ફાયદા દેખાયા. એક કે જો પુત્ર સાહસમાં સફળ થશે તો ધંધામાં લાભ થશે. અને બીજું જો નિષ્ફળ જશે તો થોડા નુકશાનમાં કાયમ માટે ચૂપ થઈ જશે. પાછળ આધાર તરીકે તો હું છું જ ને. આ રીતે પિતા સમસ્યાના મૂળમાં જઈ અને તેનો નિકાલ કર્યો. હવે આના બદલે જો પિતા પોતાનું વર્ચસ્વ બતાવીને છોકરાને કાયમ દબાયેલો રાખત તો આ સમસ્યા કાયમ ઊભી જ રહેત. અને દર બે દિવસે ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેત. વર્ચસ્વ બતાવીને સમસ્યાનો સમકિત
૨ ૨૫