________________
આધારશિલા બતાવી છે. જે આ પ્રમાણે છેઃ
"सम्मदंसण वर वइर दढरुढगाढावगाढपेढस्स । धम्मवररयण मंडियचामीयर- मेहलागस्स ॥" - નંદી સૂત્ર; ગાથા ૧.૧૨ (પાનું ૯, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૧૯૯૯) ભાવાર્થ એ છે કે સમ્યગદર્શન સંઘરૂપી શ્રેષ્ઠ રત્નોથી મંડિત સુમેરુ પર્વતની ગહન અને સુદઢમજબૂત ભૂપીઠિકા (આધારશિલા) છે. જેના ઉપર જ્ઞાન અને ચારિત્રરૂપી ધર્મરત્નથી મંડિત સુવર્ણમેખલા (પર્વતમાળા) સ્થિર રહેલી છે. આ ગાથા કહે છે કે સમ્યગ્ગદર્શન એ આધારશિલા છે, પાયો છે અધ્યાત્મસાધનાના મહેલનો. આધ્યાત્મિક વિકાસનું સિંહદ્વાર સમ્યગદર્શન સમ્યગદર્શન સહેજ આસ્વાદન રૂપમાં તથા મિશ્રરૂપમાં બીજા અને ત્રીજા ગુણસ્થાનમાં હોય છે. પરંતુ તે ગુણસ્થાનોમાં સમ્યગદર્શન ટકતું નથી. ત્યાં તો તે સમ્યગદર્શન થોડા સમય માટે રહે છે. પરંતુ ચોથા ગુણસ્થાનમાં તે ટકી શકે છે. બસ આ ગુણસ્થાને સાધક જો વધારે ટકી ગયો અને તે આધ્યાત્મિક વિકાસ કરવા લાગે તો છેક ૧૩મા ગુણસ્થાન સુધી પણ પહોંચી જાય છે. જેવી રીતે મેટ્રિક પાસ વિદ્યાર્થી ઉત્તરોત્તર એમ.એ. પીએચ.ડી. સુધી પહોંચી શકે તેવી રીતે સમ્યગદર્શનની કક્ષામાં ઉત્તીર્ણ સાધક ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસ કરતાં કરતાં એક દિવસ ૧૪માં ગુણસ્થાન સુધી પહોંચીને સિદ્ધ-બુદ્ધ મુક્ત થઈ શકે છે. માટે સમ્યગુદર્શનને આધ્યાત્મિક વિકાસનું સિંહદ્વાર કહેવું યોગ્ય છે. કેમ કે આગળ આગળના ગુણસ્થાન સમકિતી જ ચડી શકે છે.
પૂર્ણતાની યાત્રાનું પાથેય સમ્યગ્રદર્શન આત્મિક પરિપૂર્ણતા અથવા આત્મશ્રીની પૂર્ણતા ૧૪મા ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે. પૂર્ણતાની છેલ્લી મંઝિલ ૧૪મું ગુણસ્થાન છે. પરંતુ તેની યાત્રા ચોથા ગુણસ્થાનથી ચાલુ થાય છે. અને તે યાત્રાનું પાથેય બને છે સમ્યગદર્શન. જે તેને સમય સમય પર આધ્યાત્મિક ચિંતનનો ખોરાક પૂરો પાડે છે. સાચું માર્ગદર્શન આપે છે. સ્વપરનું ભેદવિજ્ઞાન કરાવે છે. યાત્રિકને જેમ ભોજનસામગ્રી (પાથેય) યાત્રામાં ઉપયોગી થાય છે તેવી રીતે સમ્યગદર્શન આગળના ગુણસ્થાનોમાં જવા માટે પાથેયરૂપ છે.
૨૫૮
સમકિત