________________
"अंतोमुहत्तमित्तंपि फासिअं हुज्ज जेहिं सम्मत्तं । तेसिं अवड्ढ पुग्गल परियट्टो चेव संसारो ॥" - ધર્મસંગ્રહ, ગાથા ૨.૨૧
અર્થ - જે જીવોએ માત્ર અંતર્મુહૂર્ત માટે પણ સમ્યકત્વનો સ્પર્શ કરી લીધો છે. તે જીવનો અર્ધપુલ પરાવર્તનકાળથી કંઇક ઓછો સંસાર પરિભ્રમણકાળ રહે છે.
મોક્ષપ્રાપ્તિનો આધારઃ સમ્યગ્રદર્શન
મોક્ષમાર્ગના રત્નત્રયરૂપ ત્રણ સાધન છે. પરંતુ સમ્યગ્રદર્શન ન હોય તો એકલું જ્ઞાન અથ વા ચારિત્ર આત્માને મુક્તિ અપાવી શક્તાં નથી. સમ્યગદર્શનનું મહત્ત્વ બતાવતા મોક્ષપ્રાકૃત ગાથા-૮૮માં કહયું છે કે
"किं बहुणा भणिएणं जे सिध्धा णरवरा गए काले । सिंज्झहिंइ जे वि भविया तं जाणई सम्माहप्पं ॥" - આચાર્ય કુંદકુંદ રચિત “મોક્ષ પાહુડ” ગાથા ૮૮
અર્થ - વધારે શું કહેવુ? ભૂતકાળમાં જે ઉત્તમ પુરુષો સિદ્ધ થયા છે, મુક્ત થયા છે, તથા ભવિષ્યમાં પણ જે જે સિદ્ધ થશે તે બધું સમ્યકત્વનું માહાભ્ય સમજો.
આમ આ ગાથા મોક્ષપ્રાપ્તિનો આધાર બતાવે છે અને કહે છે કે ભૂતકાળમાં જેણે મોક્ષ પ્રાપ્ત કર્યો તેનો મૂળ આધાર સમ્યગદર્શન જ રહ્યાં છે. અને ભવિષ્યમાં પણ જે કોઈ મોક્ષ પ્રાપ્તિ કરશે તેનો પણ મૂળ આધાર સમ્યગ્રદર્શન જ રહેશે.
અધ્યાત્મસાધનાના મહેલનો પાયો સમ્યગદર્શનઃ
જેટલી ઊંચી ઇમારત તેટલો પાયો ઊંડો જોઈએ. વળી જેટલો પાયો મજબૂત તેટલી ઇમારત મજબૂત રહે છે. પછી તે ઇમારત વરસાદ વાવાઝોડા જેવા તોફાનોમાં ટકી શકે છે. પાયાની જગ્યાએ સમ્યગદર્શન છે. તે જેટલું મજબૂત તેટલું માણસ વહેમ, અંધશ્રધ્ધા, નિરર્થક ક્રિયાકાંડ, કુમાર્ગગામી જ્ઞાનભાર, અહંકાર, મોહ, ઇર્ષા, દ્વેષ, પ્રપંચ, પ્રસિદ્ધિલિપ્સા, પ્રદર્શન, આડંબર આદિ અનેક દોષોના વાવાઝોડાથી બચી શકે છે. માટે સમ્યગદર્શનરૂપી પાયો આ દોષોથી બચવા માટે અત્યંત જરૂરી છે. આગમ નંદીસૂત્રમાં પણ સમ્યગદર્શનને સંઘરૂપી સુમેરુ પર્વતની સમકિત
૨૫૭