________________
૧૨) ક્ષીણ મોહનીય (વીતરાગ છદ્મસ્થ) ગુણસ્થાનકઃ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિનો સર્વથા ક્ષય થવાથી જે ગુણસ્થાનક પ્રાપ્ત થાય તેને ક્ષીણ મોહનીય ગુણસ્થાનક કહેવાય છે.
અહીં મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિનો ક્ષય થવાથી વીતરાગપણું પ્રાપ્ત થાય છે. પણ બાકીના ત્રણ ઘાતી કર્મના ઉદયથી હજુ છદ્મસ્થપણું છે તેથી વીતરાગ છદ્મસ્થ કહેવાય છે.
કેવળ ક્ષપકશ્રેણીવાળા આત્મા જ આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ઉપશમ શ્રેણીવાળા નહીં.
અહીં એ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત થાય છે.
આ ગુણસ્થાનકે મૃત્યુ થતું નથી. અહીંથી નીચે પડવાનું હોતું નથી.
ચિત્ર ૧૮
૩૦૬
સમકિત