________________
ભેદન હજી કરતો નથી. આમ પ્રત્યેક સમયે ઉત્તરોત્તર અનંતગુણી વિશુદ્ધિ થતી જાય છે.
વિશેષાવશ્યકભાષ્યમાં એક ઉદાહરણ બતાવ્યું છે કે જેમ કોઈ કુટુંબના કોઠારમાં ધાન્યની ભરેલી કોઠી હોય છે. એમાંથી થોડું થોડું ધાન્ય પડતું હોય છે ત્યારે ઘણું ધાન્ય ઘરના કામ માટે બહાર નીકળે છે. આમ થવાથી કોઠીમાં ઉત્તરોત્તર ધાન્ય ઓછું થતું જાય છે. આ જ પ્રકારે આત્માની કર્મરૂપી ધાન્યની કોઠીમાંથી આત્મા અનાભોગના કારણે ઘણાં કર્મોને ખપાવે છે. તેની જોડે થોડાક જ નવાં કર્મોને ગ્રહણ કરે છે. અને આ પ્રમાણે થવાથી “ગ્રંથિદેશ’' પ્રાપ્ત થાય છે. આ પ્રકારે મિથ્યાત્વી જીવને આયુષ્ય કર્મના સિવાય શેષ ૭ કર્મોની સ્થિતિ દેશોન એક ક્રોડાક્રોડી સાગરોપમ પ્રમાણ બાકી રહે અને બાકીના કર્મોનો ક્ષય કરી નાખે ત્યારે ‘‘યથાપ્રવૃત્તિકરણ’’ પ્રાપ્ત થાય છે.
અહીંથી ઊંડાણમાં સમજવું જરૂરી છે.
અસતકલ્પનાથીઃ (દાખલા તરીકે) ૧ ક્રોડાક્રોડી સાગરોપમ સેકંડ ગણો)
=
૧૧૦ સમય (નાનામાં નાનો સમય પણ આપણી સમજ માટે
અંતઃક્રોડાક્રોડી સાગરોપમ = ૯૮ સમય
પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ = ૧૨ સમય યથાપ્રવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૧૦ સમય એમ સમજવું.
આપણે ઉપર જોયું કે અનાદિ મિથ્યાદષ્ટિજીવ યથાપ્રવૃત્તિકરણ નામના અધ્યવસાયથી આયુષ્ય સિવાય બાકીના સાત કર્મની દીર્ઘસ્થિતિમાંથી માત્ર અંતઃક્રોડાક્રોડી સાગરોપમ (= ૧૧૦-૧૨) એટલે કે ૯૮ સમયની સ્થિતિ રાખીને બાકીની સર્વસ્થિતિસત્તાને કાપી નાખે છે. આ વખતે જીવ ‘‘ગ્રંથિદેશે’’ આવ્યો કહેવાય.
ગ્રંથિદેશે આવેલા જીવો જો તેમની ભવિતવ્યતા તેવા પ્રકારની હોય તો યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા અને ધર્મલઘુતાને પામતાં પામતાં દ્રવ્યશ્રુતને અને દ્રવ્યચારિત્રને પામી શકે છે. આવા કાળનાં અમુક જીવો ગ્રેવેયક વિમાનમાં પણ પહોંચી શકે છે. નવપૂર્વના જ્ઞાનને પણ પામી શકે છે. આટલું પામવા પણ જીવે ગ્રંથિદેશને તો પામવું જ પડે છે.
આમાં કોઈ કોઈ જીવો અધિક કર્મનિર્જરાને પામતાં પામતાં અને ઉત્કૃષ્ટ કોટિના દ્રવ્ય સાધુપણાને પામતા જો શુદ્ધભાવ સહિત પામવામાં આવે તો તે જીવને મોક્ષ હાથવેંતમાં જ આવી જાય છે. સમકિત
૧૧૫